Mukhya Samachar
Tech

ઈન્સ્ટાગ્રામ લાવ્યું નવું અપડેટ ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવી બની ફરજિયાત

Instagram brings new update 'Date of Birth'
  • યુઝર્સ માટે ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવું ફરજિયાત
  • ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું એકાઉન્ટપર લાગશે પ્રતિબંધિત
  • ઇન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ ટેગિંગની સગવડ ઓપન કરી શકાશે

Instagram brings new update 'Date of Birth'

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઇન્સ્ટાગ્રામ આજે સૌથી પૉપ્યુલર એપમાંની એક છે. તે અવારનવાર નવા ફીચર્સ લાવતું રહતું હોય છે.હાલમાં  ઇન્સ્ટાગ્રામ નવું ફીચર્સ લાવ્યું હવે ઈન્સ્ટાગ્રામ પર ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવાનું અમલમાં મૂક્યું છે. સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ ટેગિંગની સગવડ પણ આપી રહ્યું છે.ઈન્સ્ટાગ્રામે મહિનાઓ પહેલાં જાહેરાત કરી હતી કે, તે પ્લેટફોર્મ પર ઉંમરની ચકાસણી ફરજિયાત કરવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે આખરે આ નિર્ણય પર કાર્ય કરી રહ્યું છે અને તે અંતર્ગત બધા યુઝર્સ માટે ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવાનું ફરજિયાત છે.આ પ્લેટફોર્મનું લક્ષ્ય ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું એક્સેસને પ્રતિબંધિત કરવાનું પણ છે. જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝ કરવાનું ચાલુ રાખવા ઈચ્છો છો તો તમારે ઈન્સ્ટાગ્રામમાં તમારી ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવી પડશે પછી ભલેને આ એકાઉન્ટ કોઈ વ્યવસાય અથવા પાલતુ પ્રાણી જેવી કોઈ વસ્તુ માટે હોય.એપ્લિકેશન પર આ નવી સૂચના એવા લોકો માટે છે,

Instagram brings new update 'Date of Birth'

જેમણે પોતાની જાતને પ્રમાણિત કરી નથી.ઇન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ ટેગિંગની સગવડ છે એ તમે જાણતા જ હશો. અત્યાર સુધી ઇન્ફ્લુઅન્સર, ક્રિએટર્સ અને બ્રાન્ડ્સને આવી સગવડ મળતી હતી, હવે સૌ કોઈ તેમની પોસ્ટમાં કોઈ પ્રોડક્ટની વાત હોય તો તેને ટેગ કરી શકે છે. અલબત્ત, હાલ પૂરતી આ સુવિધા માત્ર યુએસમાં ઉપલબ્ધ છે. આમ કરવા માટે યૂઝરે, તેઓ જે ફોટો શેર કરી રહ્યા હોય તેને ફક્ત ટેપ કરવાનો રહેશે અને એ પછી તેના વિશે ટેગ ઉમેરી શકાશે.જ્યારે અન્ય કોઈ યૂઝર પ્રોડક્ટ પર ટેપ કરીને પ્રોડક્ટની વધુ વિગતો દર્શાવતું ટેગ ઓપન કરી શકશે તથા ત્યાંથી તે પ્રોડક્ટ ખરીદી પણ શકશે. ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સા એક્ટિવ અને પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર તથા ઇન્ફ્યુઅન્સર આ ટેગનો ઉપયોગ કરીને પેઇડ પ્રોડક્ટ પ્રમોટ કરી શકે છે. આમ કરવા બદલ તેમને ઇન્સ્ટાગ્રામના એફિલિટીએટ પ્રોગ્રામમાંથી કમાણી થઈ શકે છે.

Related posts

આ ટ્રિકથી બનાવો તમારા સ્માર્ટફોનને વોટરપ્રૂફ

Mukhya Samachar

માર્કેટમાં આવી રહ્યો છે દુનિયાનો સૌથી પાતળો સ્માર્ટફોન; જાણો કઈ કંપની લાવી રહી છે આ ફોન

Mukhya Samachar

પોલીસ મોબાઈલનું લોકેશન કેવી રીતે શોધે છે? તેના વિશે જાણો વિગતવાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy