Mukhya Samachar
Fitness

શું તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે?,તો આજમાવો આ ટિપ્સ

Is your body high in cholesterol? So try these tips
  • ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાનું ટાળો
  • કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે વ્યાયામ કરવું હિતાવહ છે
  • કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે

Is your body high in cholesterol? So try these tips

માનવ શરીરમાં  કોલેસ્ટ્રોલનું નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બગડવા લાગે ત્યારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાની  બને  છે. ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ  ઘણી જરુરી છે.  સમયસર જમવુ તેમજ ભોજનમાં હાઇ ફાઇબર અને પ્રોટીન યુક્ત ડાયટ લેવુ જરુરી છે. આવી સ્થિતિમાં જો તમે ખાવામાં ધ્યાન રાખશો તો હેલ્ધી લાઇફ જીવી શકશો. ત્યારે હવે  શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે નહી તે માટે શું કરશો, આવો જાણીએ.સ્મોકિંગ અને આલ્કોહોલ બંને તમારા માટે સારા નથી. તેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય આ બંને વસ્તુઓથી તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપો છો. આવા સમયમાં જલદી તમારી આદતો બદલો, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.સૌથી પહેલા તમારે તમારા વજનને નિયંત્રણમાં રાખવું પડશે, કારણ કે  વધારે વજન હોવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે.

Is your body high in cholesterol? So try these tips

આ માટે  તમારે આહારમાં પ્રોટીન, ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ.તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે વ્યાયામ પણ ખૂબ જ જરૂરી છે. તેથી, પ્રયાસ કરો કે તમારે દરરોજ એક કે અડધો કલાક કોઈપણ પ્રકારની કસરત કરવી જોઈએ. પ્રોસેસ્ડ ફૂડના કારણે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આવા ખોરાકમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે.જો તમે જરૂરિયાત કરતાં વધુ મીઠાઈઓ ખાઓ તો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આવી સ્થિતિમાં એટલુ ધ્યાનમાં રાખવાનું કે ખાંડ ઓછામાં ઓછી શરીરમાં જાય. જેથી શરીરમાં કોલેસ્ટ્રોલ સંતુલિન રહે.

 

 

Related posts

દાંત અને મો માં આ સંકેત જવા મળે તો ચેતીજજો! નોતરી શકે છે મોટી બીમારી

Mukhya Samachar

Health Tips: બંધ ધમનીઓ ખોલી શકે છે આ અસરકારક ઐષધી, હાર્ટ એટેકનું જોખમ ઘટશે અને સુગર લેવલ પણ રહેશે નિયંત્રણમાં

Mukhya Samachar

તમને રાતોરાત કાંટાદાર ગરમીથી છુટકારો મળશે, તમારે ફક્ત આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy