Mukhya Samachar
Gujarat

રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે

TWO DAYS MORE COLD IN GUJRAT
  • રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે
  • થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે
  • નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં આગામી  2 દિવસ હાડ થીજવતી ઠંડી પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે  કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં હજુ બે દિવસ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું જોર રહેશે. મોડી સાંજથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટી જશે. જો કે, બે દિવસ બાદ ઠંડી થોડીક ઘટશે.  આજે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર.  નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને કેશોદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.

MORE TWO DAYS COLD IN GUJRAT

It will be freezing cold for two more days in the state

જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદ સહિત રાજ્યમાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનનો પારો ઉંચકાયો છે. વાદળો હટતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સાડા ચાર ડિગ્રી જેટલો ગગડયો હતો. અમદાવાદ શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ હતું જે બુધવારે ઘટીને 13 ડિગ્રી નોંધાયું છે. તેવી જ રીતે ડીસામાં મંગળવારે તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું જે બુધવારે ઘટીને 12.1 ડિગ્રી નોંધાયું છે. આમ મોટાભાગના શહેરોમાં 4 થી સાડા ચાર ડિગ્રી જેટલો પારો ગગડયો છે. જેના કારણે એકાએક ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે તેવી હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

TWO DAYS MORE COLD IN GUJRAT

It will be freezing cold for two more days in the state

ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ સ્કૂલો ઓફલાઇન ચાલું હોવાથી સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો, અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન અને કોરોનાની દહેશતને પગલે રાજકોટની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે.

Related posts

ફરી થશે મેઘમહેર: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Mukhya Samachar

તાલાલામાં વહેલી સવારે ભૂકંપ અનુભવાયો: તાલાલાથી 13 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ

Mukhya Samachar

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટતાં અનેક ટ્રેન ખોરવાઈ! મુસાફરો સ્ટેશનો પર રઝળી પડ્યા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy