Mukhya Samachar
Gujarat

જગતમંદિર ભક્તો માટે આજથી ખૂલ્યું

dwarka temple reopen
  • જગત મંદિર ભક્તો માટે આજથી ખુલ્યું
  • કોરોના સંક્રમણ વધતા દર્શન કર્યા હતા બંધ
  • દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે

જગતમંદિરના દ્વારા આજથી ફરી દર્શકો માટે ખુલી ગયું છે. કોરોનાના સંક્રમણને કારણે 17થી 23 સુધી દ્વારકા જગતમંદિર બંધ કરવામા આવ્યુ હતું. જો કે દ્વારકાધીશના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામા આવશે. આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જગતમંદિરના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે આજથી ખોલવામાં આવ્યું છે.

dwarka tempol reopen
Jagatmandir opened for devotees from today

કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દ્વારકા કલેકટર દ્વારા તા.17 થી લઇને તા.23 સુધી જગતમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. આજે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેકટર દ્વારા તા.24થી શરતોને આધિન દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ઓછામા ઓછુ 6 ફૂટનુ અંતર રાખી ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામા આવશે.

dwarka tempol reopen
Jagatmandir opened for devotees from today

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

ગાંધીનગર ચ-6 રોડ પર સ્કૂલવાને માટે પલટી! 10 બાળકો થયા ઇજાગ્રસ્ત

Mukhya Samachar

બનાસકાંઠામાં વતન પરત ફરતા આર્મી જવાન ને અકસ્માત નડ્યો

Mukhya Samachar

રાજકોટના વિવિધ વિસ્તારો કાલથી ત્રણ દિવસ રહેશે પાણી વિહોણા, જાણો કયા – કયા રહેશે પાણી કાપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy