Mukhya Samachar
Gujarat

જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 મહિનાની સજા ફટકારતી કોર્ટ: જાણો આ કેસમાં ફટકારાય સજા

Jignesh Mewani, Reshma Patel and 10 others sentenced to 3 months in court
  • જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 મહિનાની સજા
  • મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજી હતી
  • વર્ષ 2017માં રેલી યોજવા મામલે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી

Jignesh Mewani, Reshma Patel and 10 others sentenced to 3 months in court

મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય
જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે. મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી. એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી. સમગ્ર કેસમાં કુલ 17 આરોપી હતા, જેમાં 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. એમાં 12 આરોપીમાંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં તેઓ હજાર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો.

Jignesh Mewani, Reshma Patel and 10 others sentenced to 3 months in court

12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની PM મોદી પર ટિપ્પણીના કેસમાં આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જે કેસમાં કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા.

Related posts

રાજકોટમાં નવી પહેલ : હવે ઘર બેઠાજ નોંધાવી શકાશે પોલીસ ફરિયાદ

Mukhya Samachar

વડાપ્રધાન મોદીએ ગુજરાતને IN-SPACe સેન્ટરની આપી ભેટ!

Mukhya Samachar

મકાન ખરીદનારાઓને મોટી રાહત: ફક્ત બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે: ગુજરાત ​​​​​​​હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy