Mukhya Samachar
Politics

જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે: નડ્ડાએ ભવ્ય સ્વાગતને લઈ કહ્યું: સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે

JP Nadda on Gujarat tour: Nadda said with a grand welcome: Welcome is not for me, it is for BJP's ideas
  • કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે: જે.પી. નડ્ડા
  • નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
  • સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છેઃ મુખ્યમંત્રી

JP Nadda on Gujarat tour: Nadda said with a grand welcome: Welcome is not for me, it is for BJP's ideas

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. સાથેજ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓએ બેઠકો અને તોડજોડનું રાજકારણ શરૂ પણ કરી દીધું છે. ત્યારે ભાજપે પણ ચૂંટણીનું રણશિંગુ ફુકિ દીધું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે આજરોજ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ વેળાએ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તેને તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈને પણ પાર્ટીનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હવે તેઓ કોબા ખાતે આવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે.જ્યાં કમલમ પર ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે.

JP Nadda on Gujarat tour: Nadda said with a grand welcome: Welcome is not for me, it is for BJP's ideas

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તેને તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈને પણ પાર્ટીનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જે.પી. નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ગુજરાતનું સંગઠન વર્ષોથી કામ કરે છે. આજે દિવસ ભર કાર્યક્રમો રહેશે. જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છે.વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે.પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે કારણકે પાયામાં કાર્યકર્તા છે. સવારે સૌ આવ્યા તેમને વંદન કરું છું.

JP Nadda on Gujarat tour: Nadda said with a grand welcome: Welcome is not for me, it is for BJP's ideas

જે પી નડ્ડાના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.અમદાવાદ માં જી..એમ.ડી.સી. મેદાનમાં બપોરે આયોજિત કાર્યક્રમમાં આશરે સાતેક હજાર કાર્યકરોને સંબોધન કરશે, જ્યારે પ્રદેશ કાર્યાલય “કમલમ ” ખાતે સાંજે યોજાનાર બેઠકમાં 700 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મંત્રીમંડળના સભ્યો નડ્ડાનું માર્ગદર્શન મેળવશે. બંને કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પણ જવાના છે.
આ અંગે ભાજપના નેતા યમલ વ્યાસે જણાવ્યુ હતું કે જે.પી. નડ્ડા પહેલા ગાંધી આશ્રમ જવાના છે અને ત્યારબાદ કોબા પહોંચી “કમલમ ” માં પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ ભાગ લેવાના છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાથે બધા કાર્યક્રમમાં સાથે રહેવાના છે.

Related posts

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

Mukhya Samachar

ઉદ્ધવ સામે આવ્યો નવો પડકાર! ધારાસભ્યો બાદ સાંસદો પણ સાથ છોડવાની ફિરાકમાં

Mukhya Samachar

અડધી રાત્રે ઉદ્ધવે સીએમ હાઉસ કર્યું ખાલી! આજે કોઈ નિર્ણયની સંભાવના

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy