Mukhya Samachar
Entertainment

જન્મદિવસ સેલિબ્રેટ પહેલા જ સલમાનને સ્નેક બાઇટ થઈ

salman snake bite
  • પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ
  • રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં એડમિટ થયો સલમાન
  • હોસ્પિટલમાં સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી

સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે. સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM) હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનને આજે એટલે કે 26 ડિસેમ્બરે સવારે નવ વાગે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પર આવી ગયો છે. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાન મિત્રો સાથે હતો. વાતચીત દરમિયાન સલમાનને એ વાતનો અહેસાસ થયો કે તેને હાથમાં કંઈક થયું છે. ત્યારબાદ એક્ટરે આસપાસ નજર ફેરવી તો તેણે સાપ જોયો હતો. સાપ જોઈને સલમાન ખાન એકદમ ડરી ગયો હતો અને તરત જ મદદ માટે બૂમો પાડી હતી. હોસ્પિટલમાં છ-સાત કલાક રહ્યા બાદ સલમાનને રજા આપી દેવામાં આવી હતી. સલમાન ખાને હાલમાં જ ‘બિગ બોસ 15’ના સેટ પર ફિલ્મ ‘RRR’ની ટીમ સાથે કેક કટિંગ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા ભટ્ટ, જુનિયર NTR તથા રામચરણ તેજા તથા ડિરેક્ટર એસ એસ રાજમૌલિએ ‘બિગ બોસ’માં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સલમાન ખાન 23 ડિસેમ્બરે પનવેલ આવ્યો હતો અને 3 જાન્યુઆરી સુધી અહીંયા જ રહેશે. સલમાન ખાને થોડાં દિવસ પહેલાં જ ‘ટાઇગર 3’નું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું હતું. બાકીનું શૂટિંગ હવે સલમાન ખાન તથા કેટરીના કૈફ દિલ્હીમાં કરે તેવી શક્યતા છે. સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસના રોલમાં હતો અને તેના જીજાજી આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એવરેજ રહી હતી.

Related posts

OP Nayyar : પ્રથમ સંગીતકાર જેણે ફિલ્મમાં સંગીત આપવા માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કર્યું

Mukhya Samachar

સાન્યાની ફિલ્મ આ દિવસે નેટફ્લિક્સ પર રિલીઝ થશે, પ્રમોશન દિલ્હીથી શરૂ થશે

Mukhya Samachar

Mirzapur 3: કાલીન ભૈયા કે ગુડ્ડુ પંડિત, કોણ બનશે ‘મિર્ઝાપુર’નો રાજા, ત્રીજી સિઝનમાં ખુલશે અનેક રહસ્યો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy