Mukhya Samachar
Cars

બાઈકની માઈલેજ આ રીતે વધારો આ રહી ટિપ્સ

just-follow-this-tips-to-increase-bike-mileage
  • બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે
  • બાઇકની સ્પીડ વધારવાને કારણે તેના ફ્યુલ ખર્ચામાં પણ વધારો થાય છે
  • બાઇક પર વધુ પડતો લોડ પડવાને કારણે તેની માઇલેજ ઓછી થઈ જાય છે

ભારતમાં બાઇક ચાલકોની સંખ્યા ઘણી વધારે છે. દેશમાં કરોડો લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. જો કે તેમાંથી વધુ પડતા લોકો બાઈક ચલાવતી વખતે માઈલેજ થી જોડાયેલ સમસ્યાનો સમાનો કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું હશે કે બાઈક વધુ માઈલેજ નથી આપી રહી. બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. વર્તમાન સમયમાં જે તેજીથી પેટ્રોલની કિંમતમાં વધો થાય છે એવામાં જો તમારી બાઈક માઈલેજ નથી આપી રહી તો એવી પરિસ્થિતિમાં તમારો ખર્ચો ઘણો વધી શકે છે.

આજે અમે તમને થોડી એવી ટીપ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે તમારા બાઈકની માઈલેજમાં ઘણો વધારો કરી શકો છો. માઈલેજ વધવાથી પેટ્રોલની બચત થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.

just-follow-this-tips-to-increase-bike-mileage

સામાન્ય સ્પીડ પર બાઇક ચલાવો
તમારે તમારી બાઇકને સામાન્ય સ્પીડ પર ચલાવી જોઈએ. બાઇકની સ્પીડ વધારવાને કારણે તેના ફ્યુલ ખર્ચામાં પણ વધારો થાય છે. એવામાં વધુ માઇલેજ મેળવવા માટે તમારે બાઈકની ગતિ સામાન્ય રાખવી જોઈએ.

બાઇક પર વધુ પડતો લોડ ન નાખો
ઘણી વખત એવું બને છે કે બાઇક પર વધુ પડતો લોડ પડવાને કારણે તેની માઇલેજ ઓછી થઈ જાય છે. વધુ પડતાં લોડની સીધી અસર બાઈકના ઈંજન પર પડે છે અને તેને કારણે વધુ પેટ્રોલ વપરાય છે અને બાઈકની માઇલેજ ઘણી ઘટી જાય છે.

just-follow-this-tips-to-increase-bike-mileage

બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ માટે ન કરો
લોકો ઘણી વખત તેની બાઈકની બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ માટે કરે છે. જો તમે પણ એ જ ભૂલ કરતાં હોય તો આજે જ સુધારી લો. તેની સીધી અસર તમારી બાઇકની માઇલેજ પર પડે છે. વધુ માઈલેજ માટે તમારે તમારા બાઈકની પાછલી બ્રેકનો ઉપયોગ ફૂટ રેસ્ટ તરીકે ન કરવો જોઈએ.

સમયાંતરે બાઈકની સર્વિસ કરાવતા રહો
તમારે સમયાંતરે તમારા બાઈકની સર્વિસ કરાવવી જોઈએ. સર્વિસ કરાવવાથી તમારી બાઈકની ચેન, ઈંજન અને બીજી ઘણી જગ્યાઓ પર ઓઈલિંગ થાય છે અને તેનો સીધો અસર તમારા બાઈકની માઇલેજ અને પર્ફોમન્સ પર પડે છે.

Related posts

ગયા મહિને આ એસયુવીનું થયું છે સૌથી વધુ વેચાણ, જાણો ટોપ -10 માં કઈ એસયુવીનો થયો સમાવેશ

Mukhya Samachar

કાર પર શા માટે છે VIN નંબર? જાણી શકો છો કારની સંપૂર્ણ માહિતી

Mukhya Samachar

Kia Seltos Facelift: લોન્ચ પહેલા Kiaએ ઝલક બતાવી સેલ્ટોસ ફેસલિફ્ટની, જાણો ક્યા મળશે ફીચર્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy