Mukhya Samachar
Tech

બસ આ એક ટ્રિકથી તમારા ફોનનો ઈન્ટરનેટ ડેટા ઓછો વપરાશે જાણો આ ટ્રિક

Just know this trick to use less internet data of your phone with this one trick

સ્માર્ટફોન વગર આજના જીવનમાં ઘણા કામ અધૂરા થઇ શકે છે. ખરેખર આજના સમયમાં ફોનથી લગભગ બધા કામ કનેક્ટેડ થાય છે. ખાસ કરીને લોકડાઉન દરમ્યાન અને ત્યારબાદ ફોનનુ મહત્વ અને જરૂરીયાત વધી ગયુ છે. આ જ કારણ છે કે ફોનની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે.

  • આ ટ્રીક અપનાવશો તો જલ્દી પૂર્ણ નહીં થાય મોબાઈલ ડેટા
  • લિમિટ પૂર્ણ થયા બાદ યુઝર્સને સ્લો સ્પીડનું ઈન્ટરનેટ મળે છે
  • સ્માર્ટફોન યુઝર્સ અનેક પ્રકારની કપરી પરિસ્થિતિનો કરે છે સામનો

 

Just know this trick to use less internet data of your phone with this one trick

આ રીતે તમે તમારા નેટની લિમિટ વધારી શકો છો

આજે ફોનના વધુ પડતા ઉપયોગનો અર્થ છે ઈન્ટરનેટનો વધારે વપરાશ. એવામાં જો તમારું ઈન્ટરનેટનું પેક પણ ટૂંક સમયમાં ખત્મ થઇ જાય છે તો આજે અમે તમને એક શાનદાર ટ્રિક બતાવી રહ્યાં છે, જેનાથી તમે પોતાના નેટની લિમિટને વધારી શકો છો. ડેલી ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ યુઝર્સને સ્લો સ્પીડનુ ઈન્ટરનેટ મળે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ થાય છે. ઘણા એવા પેક પણ છે, જે અનલિમિટેડ ડેટા આપે છે, પરંતુ સમય પહેલા આ સમાપ્ત થાય છે. જેનાથી સ્માર્ટફોન યુઝર્સને અનેક પ્રકારની કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે

જો તમે કોઈ લિમિટવાળા પ્લાનને સબ્સ્ક્રાઈબ કરી રાખ્યો છે તો તમારે ડેલી ડેટાને સેટ કરવો પડશે. કારણકે એવુ ના થાય કે આખો ડેટા એક જ દિવસમાં પૂરો થઇ જાય.

Just know this trick to use less internet data of your phone with this one trick

કેવીરીતે બચાવશો તમારો ડેલી ડેટા
  1. સૌપ્રથમ તમારા પોતાના સ્માર્ટફોનમાં Settingsમાં જવુ પડશે.
  2. હવે તમારે Sim Card & Mobile Dataના ઑપ્શન પર જવુ પડશે.
  3. અહીં તમને ઘણા બધા વિકલ્પો મળશે. જેમાંથી તમારે Data Usage પર જવુ પડશે.
  4. ત્યારબાદ હવે તમારે Mobile data Limit પર ક્લિક કરવુ પડશે.
  5. પછી ડેલી કેટલો MB અથવા GB ડેટા ખર્ચ કરવો છે, તો અહીંથી સિલેક્ટ કરી શકો છો.
  6. આવુ કરતા જ તમારો ડેલી ડેટા લિમિટ સેટ થઇ જશે. પછી જ્યારે મુદ્દતવાળા ડેટાનો ઉપયોગ તમે પૂરો કરી લેશો તો બાદમાં નેટ ચાલવાનુ બંધ થઇ જશે. જો કે, તમે લિમિટ પણ બદલી શકો છો.

Related posts

પેબલ સ્પાર્ક સ્માર્ટવોચ થઈ લોન્ચ! સ્માર્ટ વોચથી એક ક્લિકમાં આપી શકશો કૉલનો જવાબ

Mukhya Samachar

ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર! ટ્વીટ કરવા માટે ઘણા હજાર કેટેક્ટર હશે

Mukhya Samachar

Samsung Galaxy M34 5G: 7 જુલાઈના લોન્ચ થશે આ જોરદાર ફોન, લોન્ચ પહેલા ફિચર્સ થયા કન્ફર્મ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy