Mukhya Samachar
Entertainment

કરણ જોહરનો શો કોફી વિથ કરણ ટીવી પર બંધ થવાના એધાણ

Karan Johars show Coffee With Karan is likely to close
  • આ શો ટીવી પર નહીં પરંતુ ઓટીટી પર સ્ટ્રિમ થશે
  • નવા શોનાં કન્ટેન્ટ અંગે આપી માહિતી
  •  નવી સિઝનનુ મે માસમાં શૂટિંંગ ચાલુ થશે

Karan Johars show Coffee With Karan is likely to close

કરણ જોહરે બુધવારે સાંજે કોફી વિથ કરણ શોની સાતમી સિઝન નહીં આવે એવી જાહેરાત કરી હતી. હવે તેની આ જાહેરાત સસ્તો પબ્લિસિટી સ્ટંટ પુરવાર થઈ છે. કરણે ખુદ બુધવારે મોડેથી જાહેર કર્યું હતું કે આ શો પાછો ચાલુ નહીં થાય એ જાહેરાતમાં એક ટ્વિસ્ટ છે. આ શો ટીવી પર પાછો નહીં આવે પરંતુ ઓટીટી પર સ્ટ્રિમ થશે.કરણે નવી પોસ્ટમાં જણાવ્યું હતું કે, દરેક સારી સ્ટોરીમાં ટ્વિસ્ટ જરૂરી હોય છે અને એ રીતે આ શોની નવી સિઝનમાં પણ ટ્વિસ્ટ આવી રહ્યો છે.નવા શોનાં કન્ટેન્ટ અંગે પણ માહિતી આપતાં કરણે જણાવ્યું છે કે, નવી સિઝનમાં સ્ટાર્સ ગેમ્સ પણ રમશે.

Karan Johars show Coffee With Karan is likely to close

પોતાના વિશેની અફવાઓના ખુલાસા કરશે  પ્રેમ, નુકસાન અને પાછલાં વર્ષોમાં જે કાંઈ પણ ભોગવ્યું છે તે વિશે વાત કરશે.આ અગાઉ અહેવાલો હતા કે, આ શોની સાતમી સિઝન આવી રહી છે. પરંતુ, બુધવારે ખુદ કરણ જોહરે નવી સિઝન નહીં આવે તેવી જાહેરાત કર્યા બાદ એ અટકળો પર પડદો પડી ગયાનું મનાતું હતું. હવે કરણની નવી જાહેરાતથી નક્કી થયું છે કે શોની નવી સિઝનનુ મે માસમાં શૂટિંંગ ચાલુ થશે અને મોટાભાગે જુન મહિનાથી તે ઓન એર થશે એવી અગાઉની અટકળોમાં વજુદ હતું.

Related posts

અવતાર 2 થી લઈને કાર્તિક આર્યનની શહેજાદા સુધી, આ શાનદાર ફિલ્મો OTT પર આવી રહી છે

Mukhya Samachar

આદિપુરુષ’નું આ દિવસે ટ્રિબેકા ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે, નિર્માતાઓએ જાહેરાત કરી

Mukhya Samachar

70 વટાવીને પણ થાક્યા નથી બોલિવૂડના આ 10 સ્ટાર્સ, હેરિસન ફોર્ડને ટક્કર આપવા જઈ રહ્યા છે ધર્મેન્દ્ર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy