Mukhya Samachar
National

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ આપી ચેતવણી: જૂન મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે

Caution: The fourth wave of Corona will come this month! Karnataka health minister warns
  • કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી
  • કોરોનાની ચોથી લહેર આવશે
  • લોકોને સાવધાની રાખવા આપી સૂચના

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે

Caution: The fourth wave of Corona will come this month! Karnataka health minister warns

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર  જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. તેમણે રસીકરણ અને માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવા અને વાયરસ સાથે જીવવાની આદત પાડવા પર ભાર આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, વાયરસના પ્રચલિત રૂપોમાં ઓમિક્રોનની ઉપ વંશાવલી કહેવાય છે અને તે સંબંધમાં એક સત્તાવાર રિપોર્ટ થોડો દિવસમાં આવવાની શક્યતાઓ છે.

દરરોજ વધી રહ્યા છે કેસો

        આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. દેશમાં સતત સાતમાં દિવસે પણ કોરોનાના 2 હજારથી વધારે નવા કેસો આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2483 નવા કેસ આવ્યા છે.

ચોથી લહેર જૂનના અંતમાં શરૂ થઈ જશે

        સુધાકરે કહ્યું કે, આઈઆઈટી કાનપુર ડેટા અને રિપોર્ટ શેર કરી રહ્યું છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ ચોથી લહેર જૂનના અંતમાં શરૂ થવાની શક્યતા છે. પણ તે એક મહિના પહેલા શરૂ થઈ શકે છે. તે અનુસાર જૂન બાદ તે ચરમ પર થવાની આશંકા છે. જેની અસર સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુપધી રહેશે. મંત્રીએ અહીં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ગત ત્રણ લહેરો વિશે તેમના દ્વારા પ્રસ્તુત રિપોર્ટ ઘણા બધા અંશે સટીક હતો અને વર્તમાન રિપોર્ટ પણ વૈજ્ઞાનિક આંકડા પર આધારિત છે અને સટીક હોય શકે છે.

Caution: The fourth wave of Corona will come this month! Karnataka health minister warns

પીએમ મોદી આજે કરશે બેઠક

        તો વળી આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 12 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસીંગ દ્વારા મીટિંગ કરવાના છે. દેશમાં છેલ્લા એક અઠવાડીયામાં સતત બે હજારથી વધારે નવા કેસો સામે આવી રહ્યા છે. સૌથી વધારે ચિંતા રાજધાની દિલ્હીને લઈને છે, જ્યાં રોજના 1 હજારથી વધારે કેસ મળી રહ્યા છે.

Related posts

કોરોનાની આ વેક્સિન લેવાથી હાર્ટ અટેકનો ખતરો વધારે! ડોક્ટરે કર્યો મોટો ખુલાસો

Mukhya Samachar

ઈન્ટરપોલથી મેહુલ ચોક્સીને રાહત પર CBIની ટિપ્પણી, આપ્યું કંઈક આવું નિવેદન

Mukhya Samachar

કોઈ મોટા નિર્ણયની તૈયારી? નરેન્દ્ર મોદીએ બીજા દિવસે પણ કરી ઉચ્ચ મંત્રીઓ સાથે મીટિંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy