Mukhya Samachar
National

બે વર્ષ બાદ આજે કેદારનાથનાં કપાટ ખૂલ્યા: ભક્તોનું ઘોડાપૂર ઉમટતા હોટલના રૂમ થયા હાઉસફૂલ

Kedarnath's cupboards to open today after two years: Hotel rooms full of devotees
  • આજથી કેદારનાથનાં કપાટ ખૂલ્યા
  • હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા
  • બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે

Kedarnath's cupboards to open today after two years: Hotel rooms full of devotees

કેદારનાથનાં દર્શનની રાહ આજે ખત્મ થઈ જશે.. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે. આ કારણે ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રાત પસાર કરવા માટે ટેન્ટ પણ મળી રહ્યાં નથી. માથુ ઢાકવા માટે શેડ પણ નથી અને લોકો ભારે ઠંડીમાં ખુલ્લા આકાશની નીચે રાત વીતાવવા મજબુર છે.

Kedarnath's cupboards to open today after two years: Hotel rooms full of devotees

ખાવા-પીવાની પણ મોટા પ્રમાણમાં તકલીફ છે.શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા ગાડીઓને સોનપ્રયાગથી આગળ જવા દેવામાં આવતા નથી. સોનપ્રયાગથી 5 કિલોમીટર દુર ગૌરીકુંડ સુધી નાના વાહનોમાં જ મુસાફરી કરવાની પરવાનગી છે. કોરોનાકાળના બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામના કપાટ આમ શ્રદ્ધાંળુઓ માટે ખુલી રહ્યાં છે. તેને લઈને સ્થાનિક લોકોમાં ઘણો જ ઉત્સાહ છે. જોકે મોનસૂન સિઝનમાં ખરાબ થયેલા રોડને યાત્રા પહેલા રીપેર કરી શકાયા નથી. તેનું કામ અલગ-અલગ જગ્યાએ ચાલી રહ્યું છે.બાબા કેદારનાથનું મંદિર ભારતીયો માટે માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર જ નથી. જોકે ઉત્તર અને દક્ષિણ ભારતની ધાર્મિક સંસ્કૃતિનો મીટિંગ પોઈન્ટ પણ છે. ઉત્તર ભારતમાં પૂજા પદ્ધતિ અલગ છે, જોકે બાબા કેદારનાથમાં પૂજા દક્ષિણના વીર શૈવ લિંગાયત વિધિથી થાય છે. મંદિરની ગાદ્દી પર રાવલ હોય છે, જેને પ્રમુખ પણ કહેવામાં આવે છેએવી માન્યતા છે કે બાબા કેદારનાથ જગત કલ્યાણ માટે છ મહિના સમાધિમાં રહે છે. કપાટ બંધ થવાના અંતિમ દિવસે સવા કુંતલ ભભૂતિ ચઢાવવામાં આવે છે. કપાટ ખુલવાની સાથે જ બાબા કેદાર સમાધિમાંથી જાગે છે.

Kedarnath's cupboards to open today after two years: Hotel rooms full of devotees

તે પછી તેઓ બધા ભક્તોને દર્શન આપે છે. બાબા કેદાર પોતાના ભક્તો અને શ્રદ્ધાળુંઓને અલગ-અલગ રંગમાં દર્શન આપે છે. સૂર્યઉદય પહેલા, સૂર્યઉદય પછી, બપોરે અને સાંજના સમયે કેદારનાથ ધામનું કલર કોમ્બિનેશન બદલાતુ રહે છે. તેને પણ લોકો બાબાનો ચમત્કાર ગણે છે અને આર્શીવાદની રીતે ગ્રહણ કરે છે.પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાના કારણે હવે યાત્રા મોંઘી થઈ ગઈ છે. હરિદ્વારથી ચારધામ માટે ચાલતી કાર અને મિની બસોના ભાડામાં 30 ટકા સુધીનો વધારો થયો છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઈનોવાનું ભાડું 4500થી વધીને 6000, બોલેરો અને મેક્સનું ભાડું 3500થી વધીને 5000, ડિઝાયરનું ભાડું 2800થી 3800 રૂપિયા પ્રતિ દિવસ થયું છે.

 

Related posts

સરકાર ગરીબ ખેડૂતો માટે બનાવી રહી છે નવા 10 હજાર FPO! જાણો આ યોજનાથી શું થશે ફાયદો

Mukhya Samachar

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર: આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા 21 થી વધારીને 23 કરાઈ

Mukhya Samachar

CM બિરેન સિંહે બ્રિજનું ઉદ્ઘાટન કરીને ઉજવી અટલ જયંતિ, જણાવ્યું PM ગ્રામીણ સડક યોજનાનું મહત્વ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy