Mukhya Samachar
Fashion

ટ્રેન્ડમાં ચાલતી કટઆઉટ ડ્રેસની પસંદગી કરતી વખતે રાખો આ વાતનું ખાસ ધ્યાન!

Keep this in mind while choosing a trendy cutout dress
  • આજની યંગ જનરેશન પોતાના શરીરને જેવું છે એવું જ ઍક્સેપ્ટ કરીને કૉન્ફિડન્ટ્લી ડ્રેસિંગ કરતી થઈ છે
  •  બૉડી-શેમિંગનો જમાનો ગયો અને બૉડી પૉઝિટિવ થવાનો સમય છે
  • કટઆઉટનો કન્સેપ્ટ છે એ કટ્સમાંથી સ્કિન દેખાડવાનો

આજના જમાનામાં ફૅશનજગતની સૌથી પૉઝિટિવ બાબત કોઈ હોય તો એ છે બૉડી પોઝિટિવિટી. આજની યંગ જનરેશન પોતાના શરીરને જેવું છે એવું જ ઍક્સેપ્ટ કરીને કૉન્ફિડન્ટ્લી ડ્રેસિંગ કરતી થઈ છે – કોણ શું કહે છે એની પરવા વગર. આ જ કૉન્ફિડન્સ સાથે આજની યુવતીઓ દરેક ફૅશન-ટ્રેન્ડને અપનાવે છે. આવો જ એક લેટેસ્ટ ટ્રેન્ડ એટલે કટઆઉટ ડ્રેસ. આલિયા ભટ્ટથી માંડીને શિલ્પા શેટ્ટી અને જાહનવી કપૂર સુધી બધી જ ઍક્ટ્રેસોએ કટઆઉટ ડ્રેસનો ટ્રેન્ડ અપનાવ્યો છે. આ ડ્રેસ જો થોડી ચતુરાઈથી સિલેક્ટ કરવામાં આવે તો ખરેખર સુંદર લાગી શકે છે.

Keep this in mind while choosing a trendy cutout dress

બૉડી-ટાઇપ મહત્ત્વનું | બૉડી-શેમિંગનો જમાનો ગયો અને બૉડી પૉઝિટિવ થવાનો સમય છે. જોકે આ ડ્રેસ-ટાઇપમાં તમારા શરીરનો બાંધો મહત્ત્વનો છે. આ વિશે ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘કટઆઉટનો કન્સેપ્ટ છે એ કટ્સમાંથી સ્કિન દેખાડવાનો એટલે જે ભાગ દેખાવાનો છે એ સુડોળ હોવો જરૂરી છે. ચરબીના થર કે ફૅટ્સ કટઆઉટમાંથી દેખાવાં ન જોઈએ. નહીં તો આ ટ્રેન્ડ ફૅશનેબલ લાગવાને બદલે ખરાબ લાગશે. જોકે એનો અર્થ એ નથી કે સ્થૂળ હોય તેમણે કટઆઉટ ડ્રેસ નહીં પહેરવાના. જરૂર પહેરો, પણ કટ એવી જગ્યાએ બનાવડાવો જ્યાંથી શરીર બેડોળ ન લાગે.’

કૉન્ફિડન્સ | સ્કિન દેખાય છે તો ભલે દેખાય એ વાતનો કૉન્ફિડન્સ હોય તો જ આ ટ્રેન્ડ ટ્રાય કરવો. હું કેવી દેખાઈશ, કોઈ શું કહેશે એવો ડર રાખીને સતત જો કપડાને ખેંચીને ઍડ્જસ્ટ કર્યે રાખવું હોય તો આ ટ્રેન્ડ તમારા માટે નથી. ચીવટથી કટ પસંદ કરો અને કૉન્ફિડન્સ સાથે એને પહેરો.

Keep this in mind while choosing a trendy cutout dress

કટનું બૅલૅન્સિંગ | જાહનવી કપૂર જેવો થાઈ હાઈ કટ આપણા માટે નથી, કારણ કે એ કટવાળા ડ્રેસિસ પહેરીને જાહનવી ભલે એકાદ ઇવેન્ટ અટેન્ડ કરી લેતી હશે, પણ આખી પાર્ટી અટેન્ડ કરવી અને એન્જૉય કરવી પ્રૅક્ટિકલી શક્ય નથી. અહીં કટ ક્યાં કરાવી શકાય એ વિશે પરિણી કહે છે, ‘કટ્સ બસ્ટ લાઇનની જસ્ટ નીચે સેન્ટરમાં કરાવી શકાય. ત્રિકોણ આકારનું નાનકડું કટઆઉટ ડીસન્ટ લાગશે. એ સિવાય જો શરીર સુડોળ હોય તો કમર પર સાઇડ્સમાં લાઇન જેવું કટઆઉટ કરી શકાય. રિસૉર્ટ અને ક્લબવેઅરમાં આવા ડ્રેસ વધુ સારા લાગે છે. જો ફૅમિલી આસપાસ હોય કે સ્કિન દેખાશે એ વાતનો કૉન્ફિડન્સ ન હોય અને તોય કટઆઉટ ડ્રેસ પહેરવો કરાવવી સેફ રહેશે. આપણે ત્યાં બ્લાઉઝ કે ટૉપમાં પીઠ દેખાય એ ઍક્સેપ્ટેબલ હોવાથી અહીં એક્સપરિમેન્ટનો સ્કોપ વધુ છે.’

અન્ડરગાર્મેન્ટ્સ | આવા ડ્રેસમાં અન્ડરગાર્મેન્ટ્સની ચૉઇસ ખૂબ મહત્ત્વની છે. બધા જ ડ્રેસિસ પૅડેડ નથી હોતા અને અમુક ટાઇપનાં અન્ડરગાર્મેન્ટ્સ કમ્ફર્ટેબલ નથી હોતાં. એટલે કટ્સમાંથી અંદર જે પહેર્યું હોય એ ન દેખાય એ ધ્યાનમાં રાખવું અને એ પ્રમાણે ડ્રેસ અને ઇનરવેઅરની પસંદગી કરવી.

 

Related posts

ત્વચા અને વાળ માટે ચોખાનું પાણી છે ગણકારી

Mukhya Samachar

ગ્રીષ્મ ઋતુ દરમિયાન પેહરો કમ્ફર્ટ અને હળવા કપડાં જેથી તમે રહેશો ફ્રેશ

Mukhya Samachar

આ રીતે આઈ લાઈનર કરવાથી તમારી સુંદરતા નિખારીને આવશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy