Mukhya Samachar
Astro

જાણો શું છે સંકષ્ટી ચોથનું ગણેશ પુરાણ પ્રમાણે મળતું ફળ 

Know what is the fruit of Sankashti Chota according to Ganesha Purana
  • વૈશાખ મહિનાનું સંકટ ચોથ વ્રત 19 મેના રોજ રહેશે
  • ભગવાન ગણેશને બુદ્ધિ, બળ અને વિવેકના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે.
  • રાતે ચંદ્રની પૂજા અને દર્શન કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે.

Know what is the fruit of Sankashti Chota according to Ganesha Purana

વૈશાખ મહિ નાનું સંકટ ચોથ વ્રત 19 મેના રોજ રહેશે. આ તિથિએ ભગવાન ગણેશના એકદંત સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ગુરુવારના રોજ ઉત્તરાષાઢા નક્ષત્ર હોવાથી પ્રજાપતિ યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન ગણેશની પૂજાનું શુભફળ વધી જશે. ભવિષ્ય પુરાણ પ્રમાણે સંકષ્ટી ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે.દરેક પ્રકારના સંકટથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશ અને ચોથ દેવીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, રાતે ચંદ્રની પૂજા અને દર્શન કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે.

પ્રથમ પૂજ્ય ગણેશ

ધર્મગ્રંથો પ્રમાણે કોઈપણ શુભ કામ કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એટલે ભગવાન ગણેશને બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેમને બુદ્ધિ, બળ અને વિવેકના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. તેમની પૂજા અને વ્રત કરવાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. જેના દ્વારા બધા જ કામ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશના પ્રસન્ન થવાથી દરેક પ્રકારના સંકટ પણ દૂર થઈ જાય છે.

 

સંકષ્ટી ચોથ અને ગણેશ પૂજા:

પુરીના જ્યોતિષાચાર્ય જણાવ્યું કે, સંકષ્ટી ચોથનો અર્થ સંકટને હરનારી ચોથ થાય છે. સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ કઠોર સમયમાંથી મુક્તિ મેળવવી થાય છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ વધારે છે.

ભગવાન ગણેશજીને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી છુટકારો મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હારા કહેવામાં આવે છે તો કોઇ સ્થાને સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્તિ થાય છે.

Know what is the fruit of Sankashti Chota according to Ganesha Purana

પૂજાની વિધિ:
  • આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સાફ કપડાં પહેરો.
  • ગુરુવાર હોવાથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા પણ શુભ મનાય છે.
  • ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વ્રત અને પર્વના દિવસે તે દિવસને ધ્યાનમાં રાખીને કપડા પહેરવાથી વ્રત સફળ થાય છે.
  • સ્નાન બાદ ગણપતિજીની પૂજાની શરૂઆત કરો.
  • ગણપતિજીની મૂર્તિને ફૂલોથી સજાવો.
  • પૂજામાં તલ, ગોળ, લાડવા, ફૂલ, તાંબના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળુ કે નારિયેળ રાખો.
  • સંકષ્ટીએ ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ ધરાવો.
  • સાંજે ચંદ્રોદય પહેલાં ગણપતિજીની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.

Related posts

પુરુષોની આંખ ફડકવાથી મળેછે ભવિષ્યના આ સંકેત, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

Mukhya Samachar

સમગ્ર વર્ષ મેળવવા માંગો છો મા લક્ષ્મીના આશીર્વાદ? બાથરૂમમાંથી તરત જ કાઢી નાખો આ વસ્તુઓ,દૂર ભાગશે દરિદ્રતા

Mukhya Samachar

સૂર્યાસ્ત પછી આ કામથી પ્રસન્ન થાય છે શનિ મહારાજ, આ વિધિ ધન – દૌલતથી ભરી દેશે તિજોરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy