Mukhya Samachar
Astro

જાણો આજનું તમારું રાશિભવિષ્ય: કેવો રહેશે આજનો દિવસ!

Know your horoscope for today: what will be the day today!
  • પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રને કારણે સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે
  • મેષ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે
  • મિથુન તથા કર્ક રાશિને નસીબનો સાથ મળશે.

11 મે, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

આજના દિવસની શરૂઆત સંતોષજનક કાર્યો સાથે થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત ફાયદો આપી શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ તથા ભરપૂર ઊર્જા દ્વારા પોતાના કાર્યોને અંજામ આપી શકશો. દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક કોઈ મુશ્કેલી તમારી સામે ઊભી રહી શકે છે, ખોટા કાર્યોમાં પણ સમય ખરાબ થઈ શકે છે. ધ્યાન રાખો ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તથા અહંકાર તમારા બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વૃષભઃ-

દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ સામે આવી શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ અને દઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. ધાર્મિક કાર્યોમાં જવાની તક મળી શકે છે. તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે.અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે. કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

Know your horoscope for today: what will be the day today!

મિથુનઃ-

આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ ઉત્તમ છે અને તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને વધારે બળ આપી રહ્યું છે. આજે કોઈ કિંમતી વસ્તુઓની ખરીદદારી શક્ય છે. કોઈ સમાજિક ઉત્સવમાં સન્માનિત થવાનો અવસર મળી શકે છે.ક્યારેક ગુસ્સાના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે સમય પ્રમાણે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. નજીકના મિત્ર કે ભાઈ સાથે નાની વાતને લઇને મોટો ઈશ્યુ બની શકે છે.

કર્કઃ-

આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા પોતાના પ્રત્યે કઇંક નવું કરવાની ઇચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળ બનાવી શકે છે. ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો વિદ્રોહી થઈ શકે છે. એટલે પોતાની વાતને શાંતિથી રાખવી જરૂરી છે. સમય ખૂબ જ સાવધાની પૂર્વક પસાર કરવાનો છે.

સિંહઃ-

આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમે તમારા કાર્યોને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પણ ચર્ચા-વિચારણાં થશે. ધાર્મિક સંસ્થામાં સેવાને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે. કોઈપણ સરકારી કાર્યને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં, કેમ કે કોઈ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. વારસાગત મામલે વધારે મુંજવણની શક્યતા છે. અન્ય લોકોના વ્યક્તિગત કાર્યોમાં કોઈપણ પ્રકારની દખલ ન કરો.

કન્યાઃ-

આ સમયે ભાગ્ય અને પરિસ્થિતિ તમારા માટે સારા સમયનું નિર્માણ કરી રહી છે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યો ખૂબ જ સાવધાની સાથે કરો. કેમ કે હાલ આ કાર્યો માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. જો વિદેશને લગતી કોઈ યોજના બની રહી છે તો હાલ તેને ટાળવી યોગ્ય .

તુલાઃ-

આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. કોઈ સંપર્ક દ્વારા મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે આસ્તિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ વાતાવરણ બનાવી રહી છે. અચાનક કોઈ મુશ્કેલી તમારા સામે ઊભી રહેશે અને કામના દબાણના કારણે તમે પોતાને ફસાયેલાં અનુભવ કરી શકશો.

વૃશ્ચિકઃ-

આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે. તેમના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું નિવારણ થશે. રસના તથા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવા માટે સમય પસાર થશે. જૂના મિત્રો સાથે મેલજોલ સુખમય રહી શકે છે. કોઈ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને મન નિરાશ રહેશે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાથી બચવું, કેમ કે તેને ચૂકવવું પડી શકે છે. બાળકોના અભ્યાસ પ્રત્યે બેદરકારી રહેશે. એટલે તેના ઉપર ધ્યાન જરૂરી છે.

Know your horoscope for today: what will be the day today!

ધનઃ-

તમારું તમારા વ્યક્તિત્વ અને રહેણીકરણી પ્રત્યે વધારે સજાગ રહેવું આકર્ષણનું કારણ બનશે. સમાજમાં તમારી છાપ વધારે નિખરશે. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે. આ સમયે ધનને લગતી કોઈપણ પ્રકારની લેવડ-દેવડમાં સાવધાની રાખો. તમારી સાથે કોઈ પ્રકારનો દગો પણ થઈ શકે છે. તમે કોઈ આર્થિક પરેશાનીમાં પણ ગુંચવાયેલાં રહી શકો છો.

મકરઃ-

આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કામ કરી શકે છે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સાથે જ કોઈ અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાનો પણ યોગ્ય સમય છે. આ સમયે કોઈપણ યોજનાને બનાવતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. ઘરના સભ્યોની પણ સલાહ લો. રૂપિયાના મામલે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરીને જાતે જ બધી ગતિવિધિઓ સંભાળો.

કુંભઃ-

ઘરના રિનોવેશન કે દેખરેખને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. કોઈ સામાજિક ગતિવિધિમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાથી માન-સન્માન વધશે. જો ઘર કે વાહનને લગતી ખરીદારીની યોજના બનશે.તમારા વિચારોમાં વહેમ અને સંકીર્ણતા જેવી નકારાતમક વાતો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

મીનઃ-

આજે પરિવારના કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. બાળકોના પણ તેમના ઉત્તમ વિચારોના કારણે વખાણ થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઈ પ્લાનિંગને અમલ કરો.આજનાદિવસેતમારા સ્વભાવ તથા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. યુવાઓ બેકારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને પોતાના કરિયરને લગતી યોજના ઉપર ધ્યાન આપે.

Related posts

પાણીનું મહત્ત્વ સમજાવતું પર્વ  નિર્જળા એકાદશી: જાણો આ દિવસે વ્રત કરવાથી મળતા પુણ્ય વિશે 

Mukhya Samachar

રસોડાની આ વસ્તુ ઘરની તિજોરીમાં રાખો:માતા લક્ષ્મી થશે પ્રસન્ન

Mukhya Samachar

તમારા ઘરથી જાવાનું નામ નથી લેતી બીમારીઓ, તરતજ રસોડાથી હટાવી ડો આ 4 વસ્તુઓ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy