Mukhya Samachar
Tech

આ રાઉટરની સ્પીડ જાણી આંખો થઇ જશો પહોળી: આંખના પલકારામાં જ થઈ જશે ફિલ્મ ડાઉનલોડ

Knowing the speed of this router, your eyes will become wide: the movie will be downloaded in the blink of an eye
  • માર્કેટમાં આવ્યું હુવાવેનું નવું હાઈ સ્પીડ રાઉટર
  • એક સાથે 4+16 ડિવાઈસ કરી શકશો કનેક્ટ
  • WAN અને LAN ઇથરનેટ પોર્ટ તમને મળશે

Knowing the speed of this router, your eyes will become wide: the movie will be downloaded in the blink of an eye

આજના યુગમાં ઇન્ટરનેટ વગર તમારા જીવનની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. આપણા બધાના ફોનમાં તો મોબાઇલ ડેટાની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ આપણા ઘર અને ઓફિસ વગેરેમાં આપણે વાઇફાઇનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં જિયો અને એક્સીટેલના વાઈફાઈ રાઉટર્સ સામાન્ય રીતે ખૂબ જ પ્રચલિત છે અને તે સારી ઈન્ટરનેટ સ્પીડ આપે છે. હાલમાં જ હુવાવેએ એક નવું વાઇફાઇ રાઉટર Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે, જેણે અન્ય તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે હુવાવેએ ભારતમાં નવું વાઈફાઈ રાઉટર Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે. આ વાઈફાઈ રાઉટર ચીનમાં 2020માં લોન્ચ કરવામાં આવ્યુ છે. જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડવાળા આ રાઉટરની કિંમત પણ ખાસ નથી. ચાલો આ રાઉટર વિશે વધુ જાણીએ.

Knowing the speed of this router, your eyes will become wide: the movie will be downloaded in the blink of an eye

Huawei AX3 WiFi 6+ રાઉટરમાં ગીગાહોમ ડ્યુઅલ કોર 1.2GHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં ડાયનેમિક બેન્ડવિડ્થ તકનીકનો ઉપયોગ કર્યો છે જે ચિપસેટ સિનર્જી પર આધારિત છે. આ તકનીકીનાં કારણે ઘરની દિવાલો જ્યાં કનેક્શન્સ અને સિગ્નલ ઓછા આવે છે ત્યાં પણ કનેક્ટીવીટી સારી મળશે . કંપનીનો દાવો છે કે રાઉટર 3000Mbps સુધીની સ્પીડ આપે છે.

WiFi 6+ કનેક્ટિવિટી અને 160 મેગાહર્ટ્ઝની ફ્રિક્વન્સી બેન્ડવિડ્થ સપોર્ટ વાળું આ મલ્ટિ-રાઉટર મેશ નેટવર્કિંગ સાથે આવે છે, જેની મદદથી ઘણા રાઉટર્સને એક સાથે કામ કરાવી શકીએ છે જેથી વધુ સારું વાઇફાઇ કવરેજ આપે છે. આ ડિવાઇસ OFDMA મલ્ટિ-ડિવાઇસ ટેકનોલોજીથી સજ્જ છે, જે 2.4 ગીગાહર્ટ્ઝનાં ચાર ડિવાઇસ અને 5 ગીગાહર્ટ્ઝ બેન્ડ પર 16 ડિવાઇસને કનેક્ટ કરી શકે છે. આમાં તમને એક WAN અને ત્રણ LAN ઇથરનેટ પોર્ટ મળશે અને તેને Huawei AI Life App ની મદદથી નિયંત્રિત કરી શકાશે. Huawei AX3 WiFi 6+ રાઉટર એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. સ્પેશિયલ ઓફર હેઠળ તેને 3,999 રૂપિયામાં વેચવામાં આવી રહી છે, પરંતુ આ રાઉટરની કિંમત 4,999 રૂપિયા છે.

Related posts

MITના એન્જિનિયરોએ કાગળથી પણ પાતળું લાઉડસ્પીકર બનાવ્યું :જાણો ખાસીયતો 

Mukhya Samachar

APPLEનું તો અહી કાય ના આવે! આ સ્માર્ટફોનની કિંમત છે લાખોમાં; જાણો શું છે તેનું કારણ

Mukhya Samachar

Google Calendarમાં આવી બગ, આપો આપ બની રહી છે ઇવેન્ટ, જાણો તેનાથી કેવી રીતે બચવું ?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy