Mukhya Samachar
Cars

ટૂંક સમયમાં લોન્ચ થઈ રહી છે KTMની નવી બાઈક; જાણો શું છે નવા ફિચર્સ

KTM's new bike launching soon; Learn what new features are
  • જૂના મોડેલ કરતાં નવું મોડેલ 37 હજાર રૂપિયા વધારે મોંઘું
  • KTM 2022 RC 390 બાઈકની ડીઝાઈન છે આકર્ષક
  • KTM RC 390 બાઈકનું વજન 172 કિલો
KTM's new bike launching soon; Learn what new features are

KTM દ્વારા KTM RC 390 બાઈકને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર લિસ્ટ કરી દીધું છે. આ સાથે જ બાઈકના સ્પેસિફિકેશન અને તેની કિંમત પણ જાહેર કરી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ આ બાઈક લોન્ચ કરવામાં આવશે તેવું અનુમાન છે. ઓફિશિયલ વેબસાઈટ પર ન્યૂ જનરેશન KTM RC 390 બાઈકની કિંમત 3,13,922 એક્સ-શોરૂમ, ન્યૂ દિલ્હી જણાવવામાં આવી છે. જે તેના અગાઉના મોડેલ કરતાં 37 હજાર રૂપિયા વધારે છે. ન્યૂ જનરેશન RC 390માં મોટાભાગનો ફેરફાર તેની ડિઝાઈનમાં જ કરવામાં આવ્યો છે. જો કે, તેના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને અગાઉના જનરેશનની જેમ આ બાઈકમાં પણ 373 સીસી લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર DOHC એન્જિન આપવામાં આવ્યું છે.ન્યૂ જનરેશન KTM 2022 RC 390 બાઈકમાં સૌથી મોટો ચેન્જ તેની ડિઝાઈનમાં કરવામાં આવ્યો છે.

KTM's new bike launching soon; Learn what new features are

નવી 2022 RC 390 બાઈકમાં મોટા LED હેડલેમ્પ સાથે આંશિક કન્ટ્રોવર્સિયલ ફેસ આપવામાં આવ્યો છે, જેની અંદર ન્યૂ ફ્રન્ટ ફેરિંગ, બંને બાજુ LED DRLs કમ ઈન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી 2022 RC 390માં નવા ફેરિંગ આપવામાં આવ્યા છે, એક મોટું વાઈઝર, નવા મિરર્સ, અને નવી ડિઝાઈન કરેલી 13.7 લિટરની ફ્યુલ ટેન્ક, નવી સ્પ્લિટ સીટ્સ, આ ઉપરાંત બ્રાન્ડ ન્યૂ સ્પોર્ટી લૂકિંગ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. લોન્ચ સમયે નવી 2022 RC 390 બે પેઈન્ટ સ્કીમ સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં KTM ફેક્ટરી રેસિંગ બ્લૂ અન KTC ઈલેક્ટ્રોનિક ઓરેન્જ એમ બે કલરમાં આ બાઈક ઉપલબ્ધ રહેશે.2022 KTM RC 390 બાઈકને ન્યૂલી એન્જિનિયર્ડ બોલ્ટ ઓન સબફ્રેમ સાથે ટ્યુબ્યુલર સ્પ્લિટ ટ્રેલિસ ફ્રેમ સાથે બનાવવામાં આવ્યું છે. આ બાઈકમાં એન્જિનની વાત કરવામાં આવે તો, તેમાં અગાઉના બાઈકની જેમ જ 373 સીસી લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર DOHC એન્જિન આપવામાં આવ્યું છે. જેને કારણે આ બાઈકમાં 9000 rpm સાથે 43.5 PSનો મેક્સ પાવર અને 7000 rpm પર 37 nmનો ટોર્ક મળે છે અને તેમાં છ સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે.

KTM's new bike launching soon; Learn what new features are

સસ્પેન્સન સેટઅપમાં 120 mm ટ્રાવેલ સાથે 43 mm wp એપેક્સ ફ્રન્ટ ફોર્ક અને રિયરમાં 150 mm ટ્રાવેલ સાથે 10 સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબલ WP એપેક્સ મોનોશોક સસ્પેન્સન આપવામાં આવ્યા છે. બ્રેકિંગની વાત કરવામાં આવે તો આગળના ટાયરમાં રેડિયેલી મોઉન્ટેડ કેલિપરની સાથે 320 mm ફ્રન્ટ ડિસ્ક આપવામાં આવી છે, આ ઉપરાંત પાછળના ટાયરમાં ફ્લોટિંગ કેલિપર સાથે 230 mm રિયર ડિસ્ક આપવામાં આવી છે.ન્યૂ જેન RC 390માં 153 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત તેનું વજન 172 કિલો છે. આ ઉપરાંત 835 mmની ઊંચાઈ પર સીટને સેટ કરવામાં આવી છે. આ ઉપરાંત 390 Dukeની જેમ 2022 KTM RC 390માં TFT મલ્ટિફંક્શન ડિસ્પેલની સાથે, ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, ક્વિકશિફ્ટર અને સુપરમોટો ABS આપવામાં આવ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે, હજુ સુધી KTM દ્વારા આ બાઈકની લોન્ચ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે, ટૂંક સમયમાં જ આ બાઈકને લોન્ચ કરી દેવામાં આવશે.

 

 

Related posts

Ducati DesertX: Ducatiએ ભારતમાં લોન્ચ કરી પાવરફુલ ઑફ-રોડર મોટરસાઇકલ DesertX, જાણો કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

યુવાઓનું સૌથી પ્રિય સ્પ્લેંડર આવ્યું નવા અપડેટ્સ સાથે! જાણો કેવી છે માઇલેજ

Mukhya Samachar

હેલ્મેટમાં ફિટ કરો આ ગેજેટ અને માણો AC ની મજા બાઈકમાં!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy