Mukhya Samachar
National

લાલુની મુસીબત વધી: યાદવના 15 જેટલા ઠેકાણા પર CBIના દરોડા

Lalu's troubles escalate: CBI raids on 15 places of Yadav

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. CBI 15 જેટલા ઠેકાણે રેડ કરી રહી છે.

  • લાલુ યાદવની મુશ્કેલી વધી 
  • 15 સ્થળોએ CBI ના દરોડા 
  • હજુ થોડા સમય અગાઉ જમીન પર છૂટયા હતા

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે.તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

Lalu's troubles escalate: CBI raids on 15 places of Yadav

ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.આ સિવાય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ‘રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ’ સંબંધિત કેસમાં લાલુ યાદવ સામે નવો કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.

આપને જણાવી દઈએ કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ, તેમણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.

Related posts

સરકારી નોકરિયાત માટે મોટા સમાચાર! આ કર્મચારીઓનો 40 હજાર સુધી પગાર વધી શકે છે

Mukhya Samachar

ભારતના પ્રવાસે આવેલ રશિયાના રમત-ગમત મંત્રીએ એવું એલાન કરી દીધું કે ગુજરાતનું આ સ્વપ્ન થશે સાકાર

Mukhya Samachar

જયલલિતાની પાર્ટીની બેઠક બની તોફાની એકબાદ એક બોટલોના થયા ઘા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy