Mukhya Samachar
Fitness

ચલે ચલો! રોજે સ્પીડમાં ચાલવાથી તમારા જીવનના આયુષ્યમાં થાય છે આટલો વધારો

Let's go! Walking at a daily speed increases your life expectancy so much
  • ટેલોમિયરમાં કોશિકાઓનું વિભાજન થતાં અટકાયત કરે છે
  • વ્યકિત ઝડપી ડગલા માંડે તો  તેના ક્રોસમોસની ટેલ લાંબી હોય છે.
  • ઝડપી ચાલવુંએ હ્વદય તથા સ્વસનતંત્ર સ્વસ્થ હોવાની નિશાની

Let's go! Walking at a daily speed increases your life expectancy so much

માનવ શરીર રહસ્યોના ખજાના જેવું છે. કોઇ 100 વર્ષ તો કોઇ ઓછી ઉંમર ભોગવીને કેમ મુત્યુ પાંમે છે તેના વિશે વૈજ્ઞાનિકો મથી રહયા છે. આમ ત ખોરાક, વ્યાયામ અને કસરત જેવી બાબતોને જીવન સાથે જોડવામાં આવે છે પરંતુ આ પણ સંપૂર્ણ સાચું નથી. કેટલાક લોકો જીવનમાં ખૂબ નિયમિત હોવા ઓછી ઉંમરે પણ વિદાય લે છે. એક નવા સ્ટડી મુજબ રોજીંદા કામોમાં ઝડપી પગલા ભરે છે તે વધારે જીવે છે. આ અંગે બ્રિટનની લીસેસ્ટર યૂનિવર્સિટીના ડાયાબિટીઝ રિસર્ચ સેન્ટરના સંશોધકોએ રસપ્રદ સંશોધન કર્યુ છે.વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જે વ્યકિત ઝડપી ડગલા માંડે છે તેના ક્રોસમોસની ટેલ લાંબી હોય છે. આ ટેલ ઉમર વધવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જયારે કોશિકાઓનું વિભાજન થાય છે ત્યારે અંતખંડ જ ક્રોમોસોમની સુરક્ષા કરે છે. માનવ શરીરમાં કોષ વિભાજન સતત થતું રહે છે. જેટલું વધારે કોષ વિભાજન થાય એટલા પ્રમાણમાં ટેલોમિટર ઓછું થાય છે. આ ટેલોમિયર (અંતસ્થ) એક સમય એવો આવે છે કે તે સંપૂર્ણ ખતમ થઇ જાય છે.

Let's go! Walking at a daily speed increases your life expectancy so much

ત્યાર પછી કોશિકાઓનું વિભાજન અટકી જાય છે અને નાશ પાંમે છે.આથી તેની ટેલોની લંબાઇ ખૂબજ મહત્વની છે. જેટલું તે કોષ વિભાજનને સહન કરી શકે છે એટલો સમય કોશિકાઓ કામ કરતી રહે છે. આ અંગેના સ્ટડી માટે 4.05 લાખ બાયોબેંકમાં ભાગ લેનારાએ પોતાની ચાલવાની ટેવ અંગે વાત કરી હતી. સર્વે સાથે જોડાયેલા લગભગ અડધાથી વધુની ચાલવાની ઝડપ એવરેજ હતી.  40 ટકાએ ઝડપી ચાલતા હોવાની જયારે 6 ટકાએ ધીમે ચાલતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી ઝ઼ડપી અને ધીમેથી ચાલવાવાળાના ક્રોમોસોમ ટેલનું નીરિક્ષણ કરવામાં આવ્યું જે ધીમે ચાલતા હતા તેની ટેલો નાની જયારે ઝડપી ચાલનારીની ટેલો લાંબી હતી.આથી સહજ કુદરતી ક્રમ મુજબ ઝડપથી ચાલવાની ટેવ ધરાવનારા વધુ જીવે છે. આ ઉપરાંત ચાલની ગતિને એક ડિવાઇઝની મદદથી માપવામાં આવી એમાં પણ આ જ પરીણામ મળ્યું હતું કે ઝડપથી ચાલવાવાળા વધારે સ્વસ્થ હોય છે. એટલું જ નહી તેઓ પોતાના આરોગ્યની જાળવણી ના કરતા હોયતો પણ સારું જીવી શકે છે.ઝડપી ચાલવુંએ હ્વદય તથા સ્વસનતંત્ર સ્વસ્થ હોવાની નિશાની પણ છે. જો કે આમાં ધ્રુમપાન સહિતના વ્યસનો અપવાદરુપ છે.

Related posts

Weight Loss Fruits:  આ 4 ફળો વજન ઘટાડવામાં ચેમ્પિયન છે, કરી દેશે પેટને અંદર

Mukhya Samachar

આ શાકભાજીના સેવનથી હાર્ટ એટેકનો ખતરો થાય છે ઓછો! જાણો સમગ્ર માહિતી

Mukhya Samachar

Benefits of Wine: શું દરરોજ 1 ગ્લાસ વાઇન પીવો  સ્વાસ્થ્ય માટે સારું છે? જાણો તેના નફા-નુકસાન 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy