Mukhya Samachar
Fashion

 પ્રેગ્નન્સીમાં સુંદર દેખાવુ છે? તો અલિયા ભટ્ટ પાસેથી લો ટિપ્સ

Looking beautiful in pregnancy? So take tips from Alia Bhatt

જો તમે પણ પ્રેગ્નેન્સી દરમિયાન ઓફિસમાંથી કામ કરી રહ્યા હોવ તો ખાસ લુક માટે તમે આલિયા ભટ્ટના આ લુક્સને રિક્રિએટ પણ કરી શકો છો. આ પ્રકારના ડ્રેસમાં તમે કમ્ફર્ટેબલ ફીલની સાથે સાથે ખૂબ જ સુંદર પણ દેખાશો. આલિયા ભટ્ટે હાલ પોતાના આજ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

આલિયા ભટ્ટ હાલ તેની પ્રેગ્નેન્સી અને ફેશન સેન્સને કારણે ભારે ચર્ચામાં છે. તેના પ્રેગ્નેન્સી લુક્સ ભારે ટ્રેડમાં છે. તમે પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન તે લુક્સ ટ્રાય કરી શકો છો.

પિંક સૂટ – તહેવારોની સિઝનમાં એથનિક લુક માટે તમે આલિયા ભટ્ટના આ લુકમાંથી પ્રેરણા પણ લઈ શકો છો. પિંક કલરના આ સૂટ પર પીળા ​​કલરની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આ સાથે આલિયાએ લુક પૂર્ણ કરવા માટે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ઇયરિંગ્સ પહેર્યા છે. તે આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

બ્લેઝર, ટેન્ક ટોપ અને જીન્સ – આલિયાએ આ લુકમાં સફેદ ટેન્ક ટોપ સાથે જીન્સ અને લવંડર બ્લેઝર કેરી કર્યું છે. આ સાથે તમે શર્ટ પણ કેરી કરી શકો છો. મહિલાઓ માટે આ પરફેક્ટ ઓફિસ લુક છે.

બ્લેક શર્ટ અને પાયજામા – તાજેતરમાં જ રણબીર અને આલિયા, ધર્મા પ્રોડક્શન ઓફિસની બહાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. આલિયા બ્લેક કલરના લૂઝ શર્ટ સાથે લૂઝ પાયજામામાં જોવા મળી હતી. આ લુકમાં આલિયા શાનદાર લાગી રહી હતી.

પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ – આ તસવીરમાં આલિયા પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ કેરી કરી રહી છે. આલિયા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે આલિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. લુક કમ્પ્લીટ કરવા માટે ઈયરિંગ્સ કેરી કરવામાં આવી છે.

 

Related posts

આવી રીતે લગાવો આઈલાઈનર દેખાશો એકદમ ધાંસુ

Mukhya Samachar

રક્ષાબંધન પર તૈયાર થવા માટે, શનાયા કપૂરના આ લુક્સમાંથી પ્રેરણા લો

Mukhya Samachar

આ શ્રગ અપનાવી હવે ગરમીમાં પણ રહો સ્ટાઇલીશ અને કમ્ફોર્ટેબલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy