Mukhya Samachar
Astro

વૈશાખ પૂનમનાં દિવસે ચંદ્રગ્રહણ: જાણો આ દિવસે દાન- પુણ્ય કરવાથી થતાં ફાયદા

Lunar eclipse on the day of Vaishakh Poonam: Know the benefits of doing charity on this day
  • વૈશાખ પૂનમના દિવસે પુણ્ય કર્મ કરશો.
  • ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
  • ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં

Lunar eclipse on the day of Vaishakh Poonam: Know the benefits of doing charity on this day

16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થશે. આ દિવસે વૈશાખ મહિનાની પૂનમ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. વૈશાખ પૂનમને લગતા સામાન્ય પૂજન-કર્મ અને અન્ય સામાન્ય પૂજા-પાઠ માટે કોઈ વિઘ્ન રહેશે નહીં.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમયાનુસાર ગ્રહણની શરૂઆત સવારે 7.58 કલાકે થશે અને ગ્રહણ 11.25 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણ કેનેડા, ન્યૂઝીલેન્ડના થોડા વિસ્તારમાં, જર્મનીમાં દેખાશે. 30 એપ્રિલના રોજ વૈશાખ અમાસના દિવસે સૂર્યગ્રહણ થયું હતું, આ ગ્રહણ પણ ભારતમાં દેખાયું ન હતું.આચાર્ય વરાહમિહિરની બૃહત્સંહિતામાં લખવામાં આવ્યું છે કે જ્યારે એક જ મહિનામાં બે ગ્રહણ થાય છે ત્યારે સૈન્ય હલચલ વધે છે અને કોઈ દેશમાં સરકાર બદલાય તેવી શક્યતાઓ વધી જાય છે.આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થઇ રહ્યું છે.

Lunar eclipse on the day of Vaishakh Poonam: Know the benefits of doing charity on this day

ગ્રહણ જ્યાં દેખાશે, ત્યાં જ તેની ધાર્મિક માન્યતાઓ માન્ય રહેશે. ભારતમાં ગ્રહણનું કોઈ સૂતક લાગશે નહીં અને ભારત દેશમાં રહેતાં વૃશ્ચિક રાશિના લોકો ઉપર આ ગ્રહણની કોઈ અસર થશે નહીં.ભારતમાં ગ્રહણ દેખાશે નહીં જેથી અહીં ગ્રહણને લગતા કોઈ નિયમ માન્ય રહેશે નહીં. આ કારણે વૈશાખ પૂનમને લગતા બધા પુણ્ય કર્મોમાં કોઈપણ પ્રકારના કોઇ વિઘ્ન રહેશે નહીં. પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. કોઈ તીર્થ ક્ષેત્રના મંદિરોના દર્શન કરો. દાન-પુણ્ય કરો.પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે. સાથે જ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.સોમવારે પૂર્ણિમા હોવાથી આ દિવસે શિવલિંગ ઉપર જળ, દૂધ અને ફરીથી જળ ચઢાવીને અભિષેક કરવો જોઈએ. ધૂપ-દીપ પ્રગટાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને પૂજા કરો.

Related posts

આ ત્રણ રાશિના જાતકો હોય છે મહેનતના આળશું! તેમને ભોગવવું પડી શકે છે નુકસાન

Mukhya Samachar

હથેળીમાં રહેલ રેખાઓ આપે છે આ સંકેત: જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓ વિષે શું કહ્યું છે જાણો!

Mukhya Samachar

ચાતુર્માસમાં ભૂલથી પણ નાં કરશો આ કામ નહીં તો થશે મોટી નુકશાની 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy