Mukhya Samachar
Sports

મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી ચેન્નઈની કેપ્ટનશિપ હાથ ધરી: જાણો કેપ્ટન કૂલની રણનીતિ

Mahendra Singh Dhoni takes over Chennai captaincy again; Learn Captain Cool's strategy
  • ચેન્નઈ એકપણ મેચ હારશે તો મુશ્કેલીમાં મુકાશે.
  • CSK જો હવે 5 મેચ જીતી જશે તો તેના 16 પોઈન્ટ થશે.
  • ગુજરાત ટાઈટન્સ 9 મેચમાં 8 જીત સાથે નંબર-1 પર છે.

Mahendra Singh Dhoni takes over Chennai captaincy again; Learn Captain Cool's strategy

મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ચેન્નઈના કેપ્ટન બની ગયા છે. વળી માહીએ કેપ્ટનશિપ સંભાળ્યા પછી ટીમે હૈદરાબાદને હાઈસ્કોરિંગ મેચમાં હરાવી દીધું છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની આક્રમક બેટિંગથી લઈ મિડલ ઓર્ડરે પણ શાનદાર લય મેળવી લીધી હતી. તેવામાં હવે આ સિઝનમાં ચેન્નઈની માત્ર 5 મેચ જ બાકી છે તો ફેન્સને એ સવાલ થઈ રહ્યો છે કે ધોની કેવી રીતે પ્લેઓફમાં CSKને પહોંચાડશે! ચલો ટીમના સમીકરણો પર નજર ફેરવીએ. CSK જો હવે 5 મેચ જીતી જશે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો 16 પોઈન્ટ થતાની સાથે જ કોઈપણ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ ત્યારે ટેબલમાં નેટ રનરેટની ગેમ પણ શરૂ થઈ જાય છે. તેવામાં હવે 10 ટીમોની એન્ટ્રી પછી આટલા પોઈન્ટ કરવા છતા ચેન્નઈ બહાર થઈ શકે છે.ચેન્નઈ સુપર કિંગ્સે હવે અન્ય ટીમના પોઈન્ટ્સ પર પણ નજર રાખવી પડશે.

Mahendra Singh Dhoni takes over Chennai captaincy again; Learn Captain Cool's strategy

અત્યારે ગુજરાત ટાઈટન્સ 9 મેચમાં 8 જીત સાથે નંબર-1 પર છે, જ્યાકે લખનઉ 14 પોઈન્ટ સાથે બીજા અને રાજસ્થાન 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેવામાં હવે ટોપ 4 ટીમો પર વધુ ધ્યાન રાખી ધોની દરેક મેચ મોટા માર્જિનથી જીતવા અગ્રેસર રહેશે.CSKની ટીમ 3 મેચ જીતી ચૂકી છે, પરંતુ તેનો નેટ રનરેટ અત્યારપણ નેગેટિવ છે. 9 મેચ પછી ધોનીની ટીમે નેટ રનરેટ વધારવા માટે -0.407થી જોરદાર સુધારો કરવો પડશે. જો ટીમ 14 મેચમાં 16 પોઈન્ટ મેળવશે તો છેલ્લે નેટરનરેટ ગેમમાં આવી જશે.ચેન્નઈએ આ સીઝનની 2 મજબૂત ટીમો સામે પણ મેચ રમવાની બાકી છે. 15 મેના દિવસે તેની મેચ ગુજરાત અને 20 મેના દિવસે રાજસ્થાન રોયલ્સ સામે ટીમની મેચ રહેશે. વળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ મેચ પોઈન્ટ ટેબલના ગણિતને બગાડી શકે છે. મુંબઈની ટીમ પ્લેઓફથી લગભગ બહાર છે પરંતુ તે અન્ય ટીમોના સમીકરણો બગાડી શકે છે.

 

Related posts

શું એમએસ ધોની 45 વર્ષની ઉંમર સુધી IPL રમશે? ઓપનિંગ મેચના 13 દિવસ પહેલા મોટું નિવેદન

Mukhya Samachar

ચાલુ મેચમાં એવું તે શું બન્યું કે લોકોએ કહ્યું! કે હાર્દિકે ભાઇનો બદલો લીધો!

Mukhya Samachar

વેસ્ટ ઇન્ડિઝને 238 રનનું લક્ષ્ય આપતી ટીમ ઈન્ડિયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy