Mukhya Samachar
National

મોટી દુર્ઘટના: દિલ્હીમાં મુંડકાની એક બિલ્ડીંગમાં આગ લાગતાં 27 લોકોના મોત; મૃત્યુઆંક વધવાની સંભાવના

Major tragedy: 27 killed in fire at Mundka building in Delhi; Mortality is likely to increase
  • દિલ્હીના મુંડકા વિસ્તારમાં લાગી ભયંકર આગ
  • કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ ભભૂકી, મોટી સંખ્યામાં લોકોના મોત
  • બિલ્ડિંગમાં હજુ પણ 30થી 40 લોકો ફસાયા, 100થી વધુની રેસ્ક્યૂ

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે. ચીફ ફાયર ઑફિસ અતુલ ગર્ગે કહ્યું કે, હજુ પણ બિલ્ડિંગમાં 30થી 40 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ત્રીજા માળે શોધખોળ ચાલી રહી છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઇજાગ્રસ્તોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Major tragedy: 27 killed in fire at Mundka building in Delhi; Mortality is likely to increase
મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. બિલ્ડિંગથી સતત મૃતદેહોને કાઢવાનો સિલસિલો યથાવત્ છે. 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે. તો ફાયર વિભાગની 100 લોકોની ટિમ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

ફાયર વિભાગની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. CCTVના ગોદામમાંથી લાગેલી આગ પર 7 કલાક બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે. દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરૂણ ગોયલની અટકાયત કરવામાં આવી છે.

Major tragedy: 27 killed in fire at Mundka building in Delhi; Mortality is likely to increase

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની એક બિલ્ડીંગમાં લાગેલી આગની દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, દિલ્હીમાં ભીષણ આગના કારણે લોકોના મોતથી ખુબ દુઃખી છું. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારોની સાથે છે. હું ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું.પ્રધાનમંત્રી ઓફિસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય અપાશે.

Related posts

જૂનમાં વડાપ્રધાન મોદી જઈ શકે છે અમેરિકા, વ્હાઈટ હાઉસ તરફથી આવ્યું બાઇડેનનું આમંત્રણ

Mukhya Samachar

પશ્ચિમ બંગાળના બાંકુરામાં ટ્રક પલટી જતાં ચારનાં મોત, બેની હાલત ગંભીર

Mukhya Samachar

શું આતંકવાદીઓ કોઈ મોટી યોજના બનાવી રહ્યા છે? ઉત્તરાખંડમાં પાકિસ્તાની ધ્વજ મળવા પર એલર્ટ; તપાસ શરૂ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy