Mukhya Samachar
FitnessLife Style

આ શિયાળે ઘરે બનાવો લિપ બામ; અને હોઠને રાખો મસ્ત

home made leap balm
  • ઘરે બનાવેલ લિપ બાપથી ત્વચાને કરો સુરક્ષિત
  • રસોડામાં રહેલ કેટલીક વસ્તુથી જ બનશે લિપ બામ
  • બજારમાં મળતા કેમિકલ યુક્ત લિપ બામની સરખામણીએ સુરક્ષિત

શિયાળાની ઋતુએ જોર પકડ્યું છે. રોજે ઠંડીનો પારો નીચે જઇ રહ્યો છે. ત્યારે હાડ થીજાવતી ઠંડીમાં શરીરની ત્વચા સુકાઈ જતી હોય છે. અને ફાટી જવાની ફરિયાદ આવતી હોય છે. શિયાળામાં શરીરની ત્વચાની સાર સંભાળ રાખવી જરૂરી બને છે. શિયાળામાં સ્કિન ફાટવું સામાન્ય વાત છે. એમાં પણ પગ, હાથ, ચેહરો અને હોઠોની સ્કિન ફાટવું સામાન્ય છે. હોઠના ફાટવથી માત્ર દુખાવો થાય છે. શિયાળામાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઇ જાય છે. બોડી હિલ કરી શકતી નથી જેને કારણે એને સારું થવામાં સમય લાગી જાય છે. હોઠના ફાટવાથી બચાવવા માટે લોકો નવા-નવા નુસખા આઝમાવે છે. લોકો માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સ જેવા કે લિપ બામ ઉપયોગ શરૂ કરે છે. કેમિકલથી બચવા આ પ્રોડક્ટ્સથી કેટલાક સમયની રાહત મળી જાય છે, પરંતુ નુકસાન થવાના આસાર પણ બની જાય છે.

home made lip balm

Make a lip balm at home this winter; And keep your lips cool

ત્યારે આપને જણાવવું આવશ્યક છે કે, લિપ બામ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ માટે તમારે કેટલીક વસ્તુની મદદ લેવાની જરૂર છે. ઘરે લિપ બામ બનાવવા માટે તમારે ચોકલેટ, મીણ અને ન્યુટેલાની જરૂર પડશે. ચોકલેટને મીણ સાથે ઓગાળો અને તેમાં ન્યુટેલા ઉમેરો. આ મિશ્રણને એક ચુસ્ત બોક્સમાં રાખો અને ફ્રીજમાં રાખો 4 કલાક પછી આ મિશ્રણ હોઠ પર લગાવવાનું શરૂ કરી દેવાનું.

આ સિવાય તમે લેમન લિપ બામ પણ ઘરે બનાવી શકો છો, લેમન લિપ બામ બનાવવા માટે વેસેલિન, મધ અને લીંબુનો ઉપયોગ કરવાનો થશે. માઇક્રોવેવમાં વેસેલિન મૂકો અને તેમાં લીંબુ અને મધ ઉમેરો. ફ્રીજમાં રાખ્યા બાદ આ મલમ લગાવો અને હોઠની ભેજ જાળવી રાખો.  આ સિવાય તમે બીજા ઘણા પ્રકારના લિપ બામ બનાવી શકો છો. એ તમામ લિપ બામ બનાવવા માટે તમારે જાજી મહેનત કરવાની જરૂર રહેતી નથી ઘરના રસોડામાં રહેલ કેટલીક વસ્તુથી જ ઘરે લિપ બામ બનાવી શકાય છે. અને ઘરે બનાવેલ લિપ બામમાં કેમિકલનો ઉપયોગ નથી થતો જેને કારણે આડ અસરનો કોઈ ડર રહેતો નથી.

Related posts

HIV AIDSના શરૂઆતના લક્ષણોની અવગણના જીવલેણ બની શકે છે, આ રીતે ઓળખવા માટે ચેતવણી ચિહ્નો

Mukhya Samachar

મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ કરવા આ ફૂડથી રાખો દુરી

Mukhya Samachar

માનસિક સ્વાસ્થ્ય માટે આ વસ્તુઓનું સેવન છે ફાયદાકારક, ડિપ્રેશન-ચિંતા રહેશે દૂર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy