Mukhya Samachar
Food

વેકેશનમાં બાળકો માટે ઘરેજ બનાવો આ ફાસ્ટફૂડ

Make this fast food home for kids on vacation
  • જંક ફૂડપ્રેમી ઓનો પસંદગીનો નાસ્તો છે બર્ગર
  • રશિયન સ્વાદિષ્ટ – પૌષ્ટિક સેંડવીચ છે
  • સેંડવીચ યુવાનો અને બાળકોની પહેલી પસંદ છે
Make this fast food home for kids on vacation
Juicy hamburger isolated on white. Clipping path included
બર્ગર

સામગ્રી :

ચાર બન બર્ગર, માખણ, ચાર-પાંચ સલાડના પાન, કાકડી અને કાંદાના પતાંકા, ચાર-પાંચ બાફેલાં બટેટાં, બે મોટા ચમચાં લીલાં વટાણા બાફેલાં, એક મોટો ચમચો ફણસી બાફેલી, એક મોટો ચમચો ગાજર બાફેલાં, નમક સ્વાદાનુસાર, પા ચમચી લાલ મરચાંનો પાઉડર, પોણી ચમચી ગરમ મસાલો, બે સ્લાઈસ બ્રેડ, તેલ.

રીત :

બાફેલાં બટેટાંને મસળી લો. તેમાં બીજાં બાફેલાં શાક, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને બ્રેડની સ્લાઈસને પાણીમાં ભીંજવી-નીચોવીને તેનો ભુક્કો કરી નાખી દો. આ બધું સારી રીતે મિક્સ કરી તેને પેંડે જેવો આકાર આપો. હવેતવી પર તેલ મુકી તેને સોનેરી થાય ત્યાં સુધી શેકો. બન્ને બર્ગરને વચ્ચેથી કાપો. તેમાં માખણ લગાવો. એક ભાગ પર સલાડનું પાન મુકી તેની ઉપર બટેટાની શેકેલી કટલેટ મુકી દો. ત્યાર બાદ તેની ઉપર કાકડી અને કાંદાની સ્લાઈસ મુકી બનનો બીજો ભાગ ઢાંકી દો. ટૂથપીક લગાવી ધીમા તાપે તવી પર ગરમ કરી ટામેટાંના સોસ સાથે પીરસો.

Make this fast food home for kids on vacation

રશિયન સેંડવી

સામગ્રી :

છ સ્લાઈસ બ્રેડ, એક મોટો ચમચો બારીક સમારેલી કોબી, ખમણેલું ગાજર, એક ચમચો બાફેલાં લીલા વટાણા, એક બટેટું બાફીને છુંદેલું, ચાર ચમચા તાજી મલાઈ, એક ચમચી માખણ, એક ચમચી પીસેલી રાઈ, નમક સ્વાદાનુસાર, એક ચપટી પીસેલી કાળી મરી, અડધી ચમચી સાકરનો બુરો.

રીત:

રાઈમાં થોડાં ટીપાં પાણી નાખી પાંચ મિનિટ પલાળી રાખો. માખણમાં આ રાઈ, સાકરનું બૂરું, મરી નાખીને સારી રીતે ફેંટો જેથી સઘળું મિશ્રણ એકરસ થઈ જાય. બધી બ્રેડ સ્લાઈસ પર આ મિશ્રણ લગાવો. મલાઈમાં ગાજર, કોબી, વટાણા, બટેટું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. ત્રણ બ્રેેડ સ્લાઈસ પર આ મિશ્રણ લગાવો. તેની ઉપર બાકીની ત્રણ સ્લાઈસ બ્રેડ ઢાંકીને સેંડવીચને ત્રાંસા ટુકડામાં કાપો. સ્વાદિષ્ટ – પૌષ્ટિક સેંડવીચ તૈયાર.

Related posts

મોમોસ જેવી થઈ ગઈ છે ઈડલીની હાલત, પોહા ઈડલીથી લઈને મગની દાળમાં બદલાઈ રહ્યા છે તેના પ્રકાર

Mukhya Samachar

વઘારમાં વપરાતા તજ અને લવિંગ છે ગુણોનો ભંડાર

Mukhya Samachar

ધોધમાર વરસાદ સાથે ભરેલા ભજીયા મળી જાયતો સ્વાદેન્દ્રિયને પણ આવી જાય મોજ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy