Mukhya Samachar
National

દિલ્હી-UP-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારની ધારા ધ્રુજી! ભૂકંપને પગલે નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત

Many areas of North India including Delhi-UP-Uttarakhand shook! 6 dead including 4 children in Nepal due to earthquake

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.

ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું.

Many areas of North India including Delhi-UP-Uttarakhand shook! 6 dead including 4 children in Nepal due to earthquake

ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લખનઉમાં પણ ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 21 કિમી દૂર હતું. અહીં મંગળવારે મોડી સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.9 અને 3.5 હતી. આ પહેલા ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં ભૂકંપથી સૌથી વધુ નુકસાનના સમાચાર છે. અહીંના ડોટીમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ડોટીમાં 6.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપમાં ઈજાગ્રસ્ત  થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમે ભૂકંપથી પ્રભાવિત રાજ્યો પાસેથી જાણકારી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાંથી કોઈ પણ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ગૃહ મંત્રાલય સતત રાજ્યોના સંપર્કમાં છે.

Related posts

દેશ આર્થિક મોરચે ‘સુપર પાવર’ બન્યો! મોંઘવારી અને બેરોજગારી જેવા દરેક સવાલનો જવાબ મળ્યો

Mukhya Samachar

અન્ના હજારે ફરી ઉતરશે ભૂખ હડતાળ પર

Mukhya Samachar

સંગીત ક્ષેત્રે વધુ એક ખોટ: ખ્યાતનામ સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy