Mukhya Samachar
Food

ભારતની અનેક વાનગીઓ વિદેશમાં થઈ રહી છે પ્રખ્યાત

Many Indian dishes are becoming famous abroad
  • ડ્રાય સમોસા અને ગરમ બનાવેલા સમોસા થઈ રહ્યા છે મનગમતા
  • ચટપટા બટાટા વિશ્વ ફલક પર પહોંચ્યા
  • વિદેશીઓને પણ આ ચટપટી વાનગીની માંગ વધી

Many Indian dishes are becoming famous abroad

ચા હોય કે ચટણી, સવાર હોય કે સાંજ તમામ સમયનો સાથી છે સમોસું.  મેશ કરેલા બટેટા અને ચટપટા બટાટા સાથે બનાવેલા સમોસા વિશ્વ ફલક પર પહોંચી ગયા છે. ડ્રાય સમોસા અને ગરમ બનાવેલા સમોસા બંનેને પસંદ કરવામાં આવે છે. સમોસા નમકીન અને મીઠા બંને રીતે બને છે. જ્યાં જ્યાં ભારતીયો હોય છે ત્યાં સમોસા હોય જ છે.

Many Indian dishes are becoming famous abroad

પાણીપુરી:

પુચકા, પકોડી જેવા નામથી જાણીતું આ વ્યંજન તો સૌ કોઈનું ફેવરિટ છે. ગોળ પુરીમાં મસાલો, ડુંગળી, સેવ સાથે તીખી અને મિઠી ચટણી નાખીને પાણીપુરી બને છે. તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. ભારતનું આ વ્યંજન વિદેશના ફૂડ સ્ટોર્સમાં પણ જોવા મળે છે.

મલાઈ કોફ્તા:

દૂધી કે કોબી જેવી કોઈ પણ શાકભાજીમાંથી બનાવવામાં આવતા કોફતા તમામ સ્વરૂપોમાં પસંદ કરવામાં આવે છે. તેને મધ્યમથી લઈને ખૂબ જ મસાલેદાર બનાવી શકાય છે. મૂળ રૂપથી એક પંજાબી ડિશ એવા કોફ્તાને દુનિયાભરમાં ખાસ ઓળખ મળી છે.

Many Indian dishes are becoming famous abroad

ઢોસા:

સાઉથ ઈન્ડિયન ફૂડે આખી દુનિયામાં પોતાના સ્વાદથી ખાસ સ્થાન બનાવ્યું છે. વિદેશમાં અનેક જગ્યા પર તમને સાઉથ ઈન્ડિયન ફૂડ મળી જશે. નરમ ઈડલી, કડક ઢોસો ચટણી અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ કરીને થોડું હેલ્થી ખાવાનું પસંદ કરતા વિદેશી લોકોને સાઉથ ઈન્ડિયાન ખાસ પસંદ આવે છે.

Many Indian dishes are becoming famous abroad

છોલે:

છોલે એક શાનદાર વાનગી છે. જેને ભટૂરે કે કુલચા સાથે ખાવામાં આવે છે. ચટપટી એવી આ ડીશ તમે વિદેશમાં જાઓ તો, કોઈપણ ભારતીય રેસ્ટોરન્ટમાં મળી જ જાય છે.

Many Indian dishes are becoming famous abroad

ચાટ:

દેશના સૌથી જાણીતા સ્ટ્રીટ ફૂડમાંથી એક ચાટ ભારતના લોકોની તો પસંદ છે જ. પરંતુ વિદેશીઓને પણ આ ચટપટી વાનગી ખૂબ જ પસંદ આવી રહી છે. તળેલી પાપડી, દહીં, બટેટા, ચટપટા મસાલાનું મિશ્રણ વિશ્વભરમાં ખાસ કરીને બ્રિટેનમાં ખાસ પસંદ કરવામાં આવે છે. લોકો ચાટ ખાવા માટે ખાસ ભારતીય રેસ્ટોરન્ટમાં જાય છે.

 

Related posts

કોરોના કાળમાં નોકરી ગુમાવી અને હવે બુલેટ પર વેચે છે મોમોસ! એકવાર ચોક્કસ કરો ટેસ્ટ

Mukhya Samachar

શું નાસ્તામાં સાદા પૌઆ ખાયને કંટાળી ગયા! તો ટ્રાય કરો કોંકણી સ્ટાઈલના કોલાચે પૌઆ

Mukhya Samachar

આ છે વિદેશી સ્વાદિષ્ટ વાનગીઓ જેનો રાતના ભોજનમાં સમાવેશ કરી પરિવાર સાથે માણો આનંદ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy