Mukhya Samachar
Entertainment

મ્યુઝિક લેજેન્ડ AR રહેમાનની દીકરીના થયા લગ્ન

Married daughter of music legend AR Rahman
  • ચાહકોએ કપલને અભિનંદન અને આશીર્વાદ આપ્યા
  • ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે કર્યા લગ્ન
  • ખતીજા અને રિયાસદીનની ડિસેમ્બર 2021માં થઈ હતી સગાઈ

Married daughter of music legend AR Rahman

મ્યુઝિક લેજેન્ડ AR રહેમાનની દીકરી ખતીજા રહેમાનના લગ્ન થઈ ગયા છે. ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં AR રહેમાન દીકરી ખતીજાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નવવિવાહિત કપલ પરિવાર સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. ચાહકો કપલને અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે.AR રહેમાને ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં નવવિવાહિત યુગલ ખતીજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા AR રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ AR અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. સાથે જ રહેમાનની માતાની તસવીર પણ તેની સાથે રાખવામાં આવી છે.દીકરીને લગ્ન માટે અભિનંદન અને આર્શીર્વાદ આપતા AR રહેમાને લખ્યું હતું કે, ‘ભગવાન આ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપે.

 

Married daughter of music legend AR Rahman

તમારા સૌના અભિનંદન અને પ્રેમ માટે આગાઉથી આભાર’. સાથે જ અનેક ચાહકોએ નવવિવાહિત યુગલને લગ્ન જીવન માટે અભિનંદન અને શુભકામનાઓ આપી છે. સિંગર હર્ષદીપ કૌરે લખ્યુ હતુ કે, ‘ખતીજા અને રિયાસને અભિનંદન.ખતીજા અને રિયાસદીનની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. આ સમાચાર ખાતિજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને આપ્યા હતા. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો ખતીજાએ ક્રીમ કલરમાં સુંદર ફ્લોરલ પ્રિન્ટ સૂટ-સલવાર પહેરીને જોવા મળી હતી. તે જ સમયે તેના પતિ રિયાસદીન રિયાન ક્રીમ કલરની મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. રિયાસદીન રિયાનના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે ઓડિયો એન્જિનિયર છે. તે લાંબા સમયથી AR રહેમાન સાથે કામ કરી રહ્યો છે..

Related posts

જબરદસ્ત એક્શન અને રોમાંચથી ભરપુર છે થોરની આ ફિલ્મ જાણો કેવું છે રીવ્યુ

Mukhya Samachar

Metro In Dino માં સાથે જોવા મળશે સારા અલી ખાન-આદિત્ય રોય કપૂર, આ દિવસે થશે રિલીઝ

Mukhya Samachar

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાથી વધુ એક લીડ એક્ટરની વિદાય; રણવીર સિંહ સાથે મળ્યો પ્રોજેકટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy