Mukhya Samachar
Sports

હવે ભારતને મેડલ કન્ફ્રર્મ! નિખત અને મનીષા પોહોચ્યા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં

Medal confirmed to India now! Nikhat and Manisha reach the semifinals of the World Boxing Championships
  • ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે
  • નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો
  • મનીષાએ તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કર્યો

થોમસ કપમાં શાનદાર જીત બાદ ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે. ઈસ્તાંબુલમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં સોમવારે નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો. નિખતે ઈંગ્લેન્ડની ચાર્લી-સીન ડેવિસન સામે 5-0થી જીત મેળવીને તેનો આકર્ષક સિલસિલો ચાલુ રાખ્યો હતો. નિખત તેલંગાણાની 25 વર્ષની જુસ્સાદાર બોક્સર છે. ક્વાર્ટર ફાઇનલમાં ડેવિસનની આક્રમક રમતનો જવાબ તેની આગવી શૈલીમાં આપ્યો હતો.

 

https://www.vtvgujarati.com/news-details/know-about-the-gujarat-tourism-dwarka-tour

પહેલા રાઉન્ડમાં બંને બોક્સરોએ એકબીજા પર જોરદાર હુમલો કર્યો હતો. પ્રથમ બે રાઉન્ડમાં લીડ લીધા બાદ, નિખતે ત્રીજા રાઉન્ડમાં રક્ષણાત્મક રમત રમી અને એકતરફી જીત નોંધાવી. તે જ સમયે, 57 કિગ્રા વર્ગમાં મનીષાએ તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કર્યો.

બીજી તરફ,ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનની ડિફેન્ડિંગ એશિયન ચેમ્પિયન અલુઆ બાલ્કીબેકોવા સામે 2-3થી હાર્યા બાદ ભારતની નીતુ (48 કિગ્રા)નું અભિયાન સમાપ્ત થયું. નીતુ હરિયાણાની 21 વર્ષની બે વખત યુથ વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે શરૂઆતમાં રક્ષણાત્મક રમત બતાવી હતી. બાદમાં તેણે ત્રીજા રાઉન્ડમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો.

Related posts

હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહ ટુર્નામેન્ટમાં કરશે કેપ્ટનશીપ

Mukhya Samachar

જસપ્રિત બુમરાહથી લઈને વિલ જેક્સ સુધી, ઈજાગ્રસ્ત ખેલાડીઓની વધતી સંખ્યા; મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સને સૌથી વધુ નુકસાન થયું

Mukhya Samachar

ટીમ ઈન્ડિયાને ચેન્નાઈમાં પ્રથમ વખત કરવું પડશે આ કામ, રોહિત શર્મા સામે મોટો ટાર્ગેટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy