Mukhya Samachar
Gujarat

વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને મેઘરાજા ધમરોળશે! વાવાઝોડાની પણ આગાહી

Meghraja will shake these areas of Gujarat before leaving! Thunderstorms are also forecast

ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Meghraja will shake these areas of Gujarat before leaving! Thunderstorms are also forecast

જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મિમી વરસાદની સામે અધધ 845 મિમી વરસાદ નોંધાયો છે.

Related posts

ફરી એકવાર મેઘતાંડવની આગાહી! આ વિસ્તારમાં ત્રણ દિવસ વરસાદ પાડવાની સંભાવના

Mukhya Samachar

રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત! 2 મહિલા પોલીસને અડફેટે લેતા બની ઈજાગ્રસ્ત

Mukhya Samachar

કોરોનાનો કાળજું કંપવતો કિસ્સો! વલસાડમાં માત્ર બે વર્ષના બાળકનું કોરોનાથી મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy