Mukhya Samachar
National

ગરમીને લઈ હવામાન વિભાગે આપી ચેતવણી: દેશના આ ભાગમાં હજુ ગરમીની લહેર જોવા મળશે

Meteorological Department warns about heat: Heat wave will still be seen in this part of the country
  • મોસમને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
  • આગામી 5 દિવસ સુધી ગરમીનું પ્રમાણ હવે ઓછું થશે
  • 7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે

Meteorological Department warns about heat: Heat wave will still be seen in this part of the country

હવામાન વિભાગે આગાહી કરી કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીની લહેર ચાલવાની કોઈ જ શક્યતા નથી. જો કે, મહારાષ્ટ્રમાં બુધવારથી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. IMD અનુસાર, 5 દિવસ બાદ હવામાન ફરી 2થી3 ડિગ્રી સેલ્સિયસ વધશે.કાળઝાળ ગરમીના કારણે ધકધકતા તાપ વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે રાહત જોવા મળી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો.

Meteorological Department warns about heat: Heat wave will still be seen in this part of the country

હવામાન વિભાગે જણાવ્યું કે, 7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે.ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ હરિયાણાના અલગ-અલગ ભાગો સિવાય મંગળવારે સમગ્ર દેશમાં ગરમીની લહેર ન હોતી. જેના કારણે દેશના કોઈ પણ ભાગમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર નથી થયું. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, છેલ્લાં 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હરિયાણાના મહત્તમ તાપમાનમાં 2થી4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો.

Related posts

રેલ્વેમાં આવી ભરતી! ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ, પૂર્વ, મધ્ય રેલવેમાં ભરતી

Mukhya Samachar

મોટા સમાચાર! 5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોના વેક્સિન

Mukhya Samachar

રાજકારણ?? ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામરહીમને 21 દિવસની પેરોલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy