Mukhya Samachar
Sports

મિશેલની વિકેટથી મેચ બદલાઈ ગયો:ફેન્સે કહ્યું- રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ તો કરો!

Mitchell's wicket changed the match: Fans said - use the review system!
  • મિશેલની વિકેટથી મેચ બદલાઈ ગઈ
  • મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે.
  • ફેન્સે રિવ્યુ સિસ્ટમ ઉપયોગ કરવાનું કહ્યું 

Mitchell's wicket changed the match: Fans said - use the review system!

એવું કહેવાય છે કે ગમે તે થાય બેટ્સમેનને ખબર હોય છે કે બોલ તેના બેટને અડ્યો છે કે નહીં. પરંતુ દિલ્હી કેપિટલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં કંઈક એવું બન્યું, જેમાં બેટ્સમેન આઉટ થયા વિના જ મેદાન છોડી ગયો. આ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે માર્શે જે કર્યું તેના વિશે શું કહેવું? આવુ કરવા પર મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે.રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બોલ બેટને અડ્યો જ નથી. માર્શે 20 બોલમાં 37 રન ફટકાર્યા હતા. તેણે પંત સાથે માત્ર 25 બોલમાં 60 રન જોડ્યા. જે સમયે તેણે રિવ્યુ લીધા વિના પોતાની વિકેટ ફેંકી હતી, તે સમયે દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું હતું.માર્શના આઉટ થયા બાદ લલિત યાદવ પણ આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. મિડલ ઓર્ડરમાં ઝડપી રન મેળવવા માટે પ્રખ્યાત લલિત લખનઉ સામે માત્ર 3 રન બનાવી શક્યો હતો.

Mitchell's wicket changed the match: Fans said - use the review system!

આ પછી દિલ્હીની ટીમ મેચમાંથી બહાર થઈ ગઈ હતી.196 રનના ટાર્ગેટ સામે પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. દિલ્હીએ 13 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો 5 રનના અંગત સ્કોર પર દુષ્મંથા ચમીરા દ્વારા આઉટ થયો હતો જ્યારે ડેવિડ વોર્નર 3 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં સુકાની રીષભ પંત અને મિશેલ માર્શે કાઉન્ટર એટેક શરૂ કર્યો. બંનેની ધમાકેદાર બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે મેચ 20 ઓવર પહેલા ખતમ થઈ જશે.આવી સ્થિતિમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રન બનાવીને રમી રહેલા માર્શે પોતાને કોઈ પણ એડ્જ વિના આઉટ માનીને રિવ્યુ લીધા વિના જ મેદાન છોડી દીધું હતું. જે બાદ રીષભ પંત એકલો પડી ગયો હતો. પરિણામ એ આવ્યું કે વધતા રન-રેટના દબાણમાં પંતે દરેક બોલ પર ફટકારવાનું શરૂ કર્યું.અંતે 30 બોલમાં 44 રન બનાવ્યા બાદ રિષભ મોહસીન ખાનના હાથે બોલ્ડ થયો હતો.

Related posts

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં માત્ર 2 બોલર ભારત માટે 5 વિકેટ લઈ શક્યા, એક ટીમની બહાર

Mukhya Samachar

મીરાબાઈ ચાનુએ જીત્યું સિલ્વર મેડલ, કાંડાની ઈજા છતાં 200 કિલો વજન ઉપાડ્યું

Mukhya Samachar

ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થયા રવીન્દ્ર જાડેજા , આ દિગ્ગજ ખેલાડીઓ સામે ટક્કર થશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy