Mukhya Samachar
National

ગુજરાતમાં હતા ત્યારે કેન્દ્રએ અત્યાચાર કર્યો હોવાનો મોદીનો આક્ષેપ

modi speech
  • ગુજરાતમાં હતા ત્યારે કેન્દ્રએ અત્યાચાર કર્યો હોવાનો મોદીનો આક્ષેપ
  • પરિવારવાદ ડેમોક્રેસી માટે સૌથી મોટો ખતરો છે: મોદી
  • મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપ્યો હતો. મોદીના નિશાના પર કોંગ્રેસ રહી હતી.. મોદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેમણે દેશમાં ઈમર્જન્સી લગાવી હતી તેઓ લોકશાહીની ચર્ચા કરી રહ્યા છે. ઇમર્જન્સીમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું, ‘જો કોંગ્રેસ ન હોત તો દેશ ઇમર્જન્સીથી કલંકિત ન થયો હોત. કોંગ્રેસ ન હોત તો જ્ઞાતિવાદનું અંતર ન હોત. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત. મોદીએ પરિવારવાદના મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતુું, ‘પરિવારવાદ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે. જો કોંગ્રેસ ન હોત તો રાજકારણ પરિવારવાદથી મુક્ત હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો છે.

modi speech
Modi alleges that the Center committed atrocities while he was in Gujarat

રાજ્યસભામાં તેમણે કહ્યું હતું કે જ્યારે કોરોના શરૂ થયો ત્યારે દરેકને શંકા હતી કે દેશ તેની સાથે કેવી રીતે લડશે, પરંતુ 130 કરોડ લોકોએ તેની સામે મક્કમતાથી મુકાબલો કર્યો. તેમણે વેક્સિનેશનના આંકડાઓ પણ જણાવ્યા હતા. PM મોદીએ મંગળવારે રાજ્યસભામાં પોતાના ભાષણની શરૂઆત કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગે અને આનંદ શર્મા પર પ્રહારો કરીને કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગેજીએ અમુક દેશ માટે, અમુક પાર્ટી માટે અને અમુક પોતાના માટે એમ ઘણી બાબતો કહી હતી. આનંદ શર્માજીએ પણ આવું કહ્યું હતું. તેમને સમયની થોડી મુશ્કેલી પડી, પણ તેમણે ઘણો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું હતું કે દેશની સિદ્ધિઓનો સ્વીકાર કરવો જોઈએ. PM મોદીએ ગઈકાલે કહ્યું હતું કે લોકસભામાં એક વખત પંડિત નેહરુને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોંઘવારી અંગે નેહરુજીએ લાલ કિલા પરથી કહેલું હતું કે ક્યારેક ક્યારેક કોરિયામાં લડાઈ પણ આપણને અસર કરે છે. એને લીધે વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને એ આપણા નિયંત્રણની બહાર છે. જો અમેરિકામાં પણ કંઈ થઈ જાય તો વસ્તુઓની કિંમત વધી રહી છે. એ સમયે કહેવામાં આવ્યું હતું કે જ્યારે ગ્લોબલાઈઝેશન ન હતું.

Related posts

સંસદના શિયાળુ સત્રની પહેલી સર્વદલીય બેઠક આજે, વિવિધ પક્ષોના નેતાઓ આપશે હાજરી

Mukhya Samachar

સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર! અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી

Mukhya Samachar

ઉદ્ધવ ઠાકરેની કાલે અગ્નિપરીક્ષા! રાજ્યપાલે ફ્લોરટેસ્ટના આપ્યા આદેશ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy