Mukhya Samachar
National

મોદી પોહચ્યા પેરીસ: મેક્રોનને ગળે મળીને પાઠવી શુભેચ્છા!

Modi arrives in Paris: Congratulations to Macron!
  • નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ પહોંચ્યા
  • મોદીની  આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી
  • મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી.

 

Modi arrives in Paris: Congratulations to Macron!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.મોદી એવા સમયે પેરિસ પહોંચ્યા હતા જ્યારે ફ્રાન્સ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધથી સંકટનો સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. તેઓ સંરક્ષણ, ટેકનોલોજી, અંતરિક્ષ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અને સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા.આ સિવાય પીએમ મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરીથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સમાં 2002 પછી કોઈ નેતા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નથી. પરંતુ મેક્રોને આ પરંપરાને તોડી નાંખી હતી.

Modi arrives in Paris: Congratulations to Macron!

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.પેરિસ પહોંચતા પહેલા પીએમ મોદીએ ડેનમાર્કમાં બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. સમ્મેલનમાં ભાગ લીધા બાદ મીડિયાને જણાવ્યું કે ભારત અને નોર્ડિક દેશ વિશ્વની સમૃદ્ધિ અને સતત વિકાસથી ઘણું મેળવી શકીએ છીએ અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. યુક્રેન-રશિયા સંઘર્ષ સહિત વૈશ્વિક સ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે નોર્વેનાં વડાપ્રધાન જોનાસ ગહર સ્ટેર વચ્ચે બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સૌર અને પવન પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને વિસ્તારવા બાબતે ચર્ચા કરી હતી.

Related posts

મોટી દુર્ઘટના: દિલ્હીમાં મુંડકાની એક બિલ્ડીંગમાં આગ લાગતાં 27 લોકોના મોત; મૃત્યુઆંક વધવાની સંભાવના

Mukhya Samachar

સીખાવ પાઇલોટે પ્લેન ઉડાડ્યું અને હવામાં જ એન્જીન થઇ ગયું ખરાબ! અંતે આવી રીતે થયું ક્રેસ લેન્ડિંગ

Mukhya Samachar

રામ નવમી પર દિલ્હીના આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત, આ કારણે લેવો પડ્યો નિર્ણય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy