Mukhya Samachar
National

મોદી કેબિનેટે પ્રજાલક્ષી ત્રણ મોટા નિર્ણયો આજે લીધા! જાણો કોને અને શું ફાયદો થશે

Modi cabinet took three major decisions today! Know who and what will benefit

મોદી સરકારે આત્મનિર્ભર ભારતને મોટો વેગ આપવા માટે કેટલાક નિર્ણય લીધા છે. કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે નવી અને નવીનીકરણીય ઉર્જા માટે આજે પીએલઆઈ યોજના લાવવાનો નિર્ણય લીધો છે.

સોલર પીવી મોડ્યુલ પર પીએલઆઈ સ્કીમના માધ્યમ દ્વારા 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ખૂબ જ ઝડપથી હાંસલ કરશે. સરકારે આ માટે 19500 કરોડનું બજેટ ફાળવ્યું છે. સરકારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે નવીનીકરણીય ઉર્જા પર સોલર પીવી માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી દીધી છે.

Modi cabinet took three major decisions today! Know who and what will benefit

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર 14 ક્ષેત્રોમાં PLI સ્કીમ લાવી છે. ઉલ્લેખનીય છે કે PLI એટલે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટીવ. સરકારે સેમિકન્ડક્ટર અને ડિસપ્લે મેન્યુફેક્ચરીંગ ઈકોસિસ્ટમના વિકાસ માટેના પ્રોગ્રામમાં સુધારાને મંજૂરી આપી છે. તે ઉપરાંત ટેકનોલોજી નોડ્સ, કંપાઉન્ડ સેમિકંડક્ટર, પેકેજિંગ અને સેમિકંડક્ટરની બીજી સુવિધાઓ માટે 50 ટકા પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે નેશનલ લોજિસ્ટિક પોલિસીને પણ મંજૂરી આપી છે. નેશનલ લોજિસ્ટિક પોલિસીને મંજૂરી મળ્યાં બાદ લોજિસ્ટીક સેવાઓમાં ઝડપી કાર્યક્ષમતા માટે ULIP, મોનીટરિંગ ફ્રેમવર્ક અને સ્કીલ ડેવલપમેન્ટને મદદ મળશે.
કેબિનેટે કયા 3 મોટા નિર્ણય લીધા
(1) સોલર પીવી મોડ્યુલ માટે PLI સ્કીમને મંજૂરી
(2) સેમિકંડક્ટર અને ડિસપ્લે મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામમાં ફેરફારને મંજૂરી
(3) નેશનલ લોજિસ્ટિક પોલિસીને મંજૂરી

Related posts

ઇંડિયન કરન્સીના 1 , 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા લોન્ચ કરતા વડાપ્રધાન મોદી

Mukhya Samachar

જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર

Mukhya Samachar

મોદીની કેબિનેટ બેઠકમાં 10 લાખ નોકરીઓ માટેની બ્લૂપ્રિન્ટ કરાઇ રજૂ! જાણો શું છે આયોજન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy