Mukhya Samachar
National

બાબા કેદારનાથના શરણમાં મોદી! આજથી મોદીનો બે દિવસીય ઉતરખંડ પ્રવાસ શરૂ

Modi in refuge of Baba Kedarnath! Modi's two-day Uttarakhand tour begins today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસ પર છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.

Modi in refuge of Baba Kedarnath! Modi's two-day Uttarakhand tour begins today
પ્રધાનમંત્રી મોદીએ બાબા કેદારના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક અનુષ્ઠાન કર્યો હતો. તેમણે આશીર્વાદ તરીકે માથા પર ચંદનનુ તિલક લગાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી મહાદેવના અનન્ય ભક્ત છે. તેઓ પ્રધાનમંત્રી બાદ 5મી વાર કેદારનાથ ધામ ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથ મંદિરમાં બાબા કેદારનો રુદ્રાભિષેક કર્યો હતો. દર્શન અને પૂજા કર્યા બાદ પીએમ મોદી રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

Related posts

પંજાબમાં સીએમ અને અનેક રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી: ધમકીભર્યો પત્ર મળતા રાજ્ય સરકાર એલર્ટ

Mukhya Samachar

સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેની ઝાટકણી કાઢી! ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

Mukhya Samachar

કેન્દ્ર સરકાર આ 10 રાજ્યોમાં મોકલશે ખાસ ટીમ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy