Mukhya Samachar
Gujarat

પાટીદાર સમિટમાં મોદીએ કરી આવી ટકોર: જાણો શું કહ્યું

Modi made such a fuss at the Patidar Summit: Find out what he said
  • મોદીએ સરદારને યાદ કર્યા
  • નવી દિશામાં આગળ વધવા સૂચનો આપ્યા 
  • પ્રગતિ-પ્રવૃત્તિ અને પરિવર્તનની થીમ રાખવામાં આવી છે 

Modi made such a fuss at the Patidar Summit: Find out what he said

સુરતમાં સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયુ છે. વડાપ્રધાને સમિટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે.સાથે જ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર મોદીએ ભાર મૂક્યો હતો.સાથે જ કટાક્ષ કરતાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે, અગાઉ વીજળીની પણ વ્યવસ્થા નહોતી. અમારો વિરોધ કરનારા તમારા છોકરાઓને સમજાવો કે આ બધુ અમે જ કર્યું છે.Modi made such a fuss at the Patidar Summit: Find out what he said

પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને યાદ કરતાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહેલું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ કરીને તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ન ભૂલવી જોઈએ.વડાપ્રધાન મોદીએ સમીટમાં આવેલા ઉદ્યોગકારોને કહ્યું કે, દેશમાં અલગ અલગ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ સમીટ થકી વૈશ્વિક કક્ષાએ નવા વિષયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે પણ વિચાર થવો જોઈએ. 8થી 10 ક્ષેત્રને પસંદ કરીને તેમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેના ગ્રુપ બનાવવા જોઈએ. તેમાં સરકારની નીતિઓમાં શું ઉણપ છે તેનું પણ સંશોધન કરીને સરકારનું ધ્યાન દોરવું જોઈએ. તમે પ્રેઝન્ટેશન તૈયાર કરો હું એ જોવા માટે ખાસ સમય આપીશ તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.

PM Modi scoffs at Patidars protesters: Explain to your boys'

રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ રહેલો છે.મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છેપાટદીરોના વખાણ કરતાં મોદીએ કહ્યું કે, હવે આપણે ગુજરાતના વિકાસને ફેલાવવો છે. તેમાં રોકાણ કરો. તમે કરી શકો છો એટલે કહું છું. . મને તમારામાં ભરોસો છે. તમે નાના શહેરોને આગળ લાવવા માટે મહેનત કરો.

Related posts

ઓવૈસી સુરત જતાં હતા ત્યારે ટ્રેન પર પથ્થરમારાની વાત ખોટી! રેલવેએ આપ્યો આ જવાબ

Mukhya Samachar

સુરત મનપાએ રાતોરાત મંદિર અને દરગાહનું કર્યું ડિમોલેશન! રસ્તો બનાવી પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવાયો

Mukhya Samachar

ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાની જીતુ વાઘાણીએ કરી જાહેરાત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy