Mukhya Samachar
Politics

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોદીનો પ્રચાર પ્લાન તૈયાર! ફકત 25 સભાઓ જ નહીં ડોર ટુ ડોર પ્રચારનો પણ પ્લાન

Modi's campaign plan for the Gujarat assembly election is ready! Not only 25 meetings but also plan for door to door campaign

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દરરોજ ગુજરાતમાં જોવા મળે છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને થોડા દિવસ ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. સત્તાધારી ભાજપે પણ  વડાપ્રધા નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સભા અને રોડ શો પૂર્ણ થયા બાદ પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ પણ મોહલ્લા-શેરીઓમાં જઈને પાર્ટીના પેમ્ફલેટ વહેંચતા જોવા મળશે. જો કે, પીએમ કયા શહેરની મુલાકાત લેશે, તેનો પ્લાન આવતા સપ્તાહ સુધીમાં તૈયાર થઈ જશે. પીએમ લગભગ ચારથી છ મોહલ્લામાં પ્રચાર માટે જઈ શકે છે. ગુજરાતની કોઈપણ ચૂંટણીમાં આ પહેલીવાર બનશે જ્યારે પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો ડોર ટુ ડોર જનસંપર્ક કરશે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તર પ્રદેશ, હિમાચલ સહિતની કેટલીક ચૂંટણીઓમાં ડોર ટુ ડોર જઈને જનસંપર્ક કરી ચૂક્યા છે.

પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા સીટો પર ત્રણ દિવસ સુધી પ્રવાસ કરશે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય એના એક-બે દિવસ પહેલા 28-29 નવેમ્બરે અને 2-3 ડિસેમ્બરે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સહિત દિગ્ગજ કેન્દ્રીય મંત્રી જનસંપર્ક કરશે. પાર્ટીનું માનવું છે કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટીની સીટોમાં વધારો થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા સહિત 54 નેતાઓ સભા અને રોડ શો પૂર્ણ થયા બાદ ઘરે ઘરે જઈને પણ પ્રચાર કરશે.

Modi's campaign plan for the Gujarat assembly election is ready! Not only 25 meetings but also plan for door to door campaign

મળતી માહિતી મુજબ, PM મોદી 19 નવેમ્બર શનિવારથી તેમના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. તેઓ ત્રણ દિવસમાં આઠ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પીએમના ચૂંટણી અભિયાનની શરૂઆત દક્ષિણ ગુજરાતથી શરૂ થશે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની પણ મુલાકાત લેશે. સવારે 9:30 કલાકે તેઓ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી તેઓ ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. બપોરે 2 કલાકે કાશી તમિલ સંગમમના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. જે બાદ તેઓ ગુજરાત આવશે. સૌથી પહેલા PM મોદી શનિવારે સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે, તેઓ ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.

Modi's campaign plan for the Gujarat assembly election is ready! Not only 25 meetings but also plan for door to door campaign

બીજા દિવસે રવિવારે સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ પછી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર ચૂંટણી સભાઓ યોજાશે. વેરાવળમાં સવારે 11 વાગ્યે, ધોરાજીમાં 12:45 વાગ્યે, અમરેલીમાં 2:30 વાગ્યે અને બોટાદમાં 6:15 વાગ્યે જાહેર સભાઓ યોજાશે. આ પછી વડાપ્રધાન મોદી રાજધાની ગાંધીનગર આવશે. રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તેઓ સોમવારે ફરી ચૂંટણી પ્રચાર માટે નીકળી જશે, આ દિવસે પીએમની ત્રણ ચૂંટણી સભાઓ થશે. તેઓ બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં ચૂંટણી સભા કરશે. PM નરેન્દ્ર મોદી શનિવાર, રવિવાર અને સોમવારે ત્રણ દિવસમાં આઠ વિધાનસભા ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 34 જાહેર સભાઓ કરી હતી, આ વખતે તેઓ ઓછામાં ઓછી 25 ચૂંટણી સભાઓ કરશે.

ગુજરાત ભાજપ વડાપ્રધાનની દરેક રેલીમાં પાંચ-સાત વિધાનસભા મતવિસ્તારોમાંથી કાર્યકરોને એકત્ર કરવાની વ્યવસ્થા કરી રહ્યું છે. ગુજરાત ભાજપના નેતાઓનું કહેવું છે કે, અમે PMના અભિયાનને વધારવા માટે લાઇવ વેબકાસ્ટ અને અન્ય માધ્યમો દ્વારા તમામ મતવિસ્તારના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે જોડવાનું આયોજન કરી રહ્યા છીએ.

Modi's campaign plan for the Gujarat assembly election is ready! Not only 25 meetings but also plan for door to door campaign

22 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યના અમરેલીમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે. રાહુલ પહેલા પીએમ મોદી પણ 20 નવેમ્બરે અમરેલીમાં રેલી કરશે. રસપ્રદ વાત એ છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને એક જ સ્થળ પર એક જ ડોમમાં સભાને સંબોધશે. અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. ભાજપ તેને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલા માટે પીએમ મોદી અહીં રેલી કરવા આવી રહ્યા છે. ગત વખતે પણ પીએમ અહીં રેલી કરવા આવ્યા હતા, પરંતુ બંને સીટો પર ભાજપનો પરાજય થયો હતો.

Related posts

કોંગ્રેસ નેતા રાહુલગાંધી સિદ્ધુ મુસેવાલાના મોતનો શોક વ્યક્ત કરવા માનસા પહોચ્યા

Mukhya Samachar

ભાજપમાં ભરતી! મુખ્યમંત્રીની હાજરીમાં રાજયના 50 ડોક્ટરો કેસરીયો ધારણ કરશે

Mukhya Samachar

ફ્રી..’ની યોજનાઓથી થતા નુકશાન સામે SCએ ચિંતા વ્યક્ત કરી : કમિટીની થઇ શકે છે રચના

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy