Mukhya Samachar
Politics

યુપી ચૂંટણી પહેલા મોદીનો પાંચમો પ્રવાસ

modi up trip
  • એક સપ્તાહમાં વડાપ્રધાન મોદીની કાશીની બીજી મુલાકાત
  • 2100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની કરશે જાહેરાત
  • 1.74 લાખ દૂધ ઉત્પાદકોને બોનસ અપાશે

આગામી સમયમાં ઉતર પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે પણ યુપીની ચૂંટણીને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના યુપીના દોરા શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ યુપી અને વારાણસીની મુલાકાતો કરી રહ્યા છે. છેલ્લા  થોડા સમયમાં મોદી યુપીની 5મી વખત મુલાકાત કરી છે. જ્યારે આજ સપ્તાહમાં વડાપ્રધાન મોદી બીજી વાર કાશી વિસ્તારની મુલાકાતે છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસીની છે. મોદીની આ મુલાકાત અંદાજે બે કલાકની રહેવાની છે.

વડાપ્રધાન વારાણસી-જૌનપુર માર્ગ પર આવેલા કરખિયાંવમાં અમુલ ડેરી પ્લાન્ટ સહિત 2095.67 કરોડ રૂપિયાની 27 યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. તે સાથે જ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિકાસ કાર્યક્રમોની શરૂઆત પણ મોદીના હસ્તે કરવામાં આવી હતી. વારાણસીથી આજે  ‘વડાપ્રધાન સ્વામિત્વ યોજના’ અંતર્ગત 20 લાખથી વધુ લોકોને ગ્રામીણ આવાસ અધિકાર રેકોર્ડ ‘ઘરૌની’નું વર્ચ્યુલ વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામીણો આ સર્ટીફિકેટનો ઉપયોગ લોન લેવા સહિત અન્ય કાર્યોમાં પણ કરી શકે છે. બનાસ ડેરી સાથે જોડાયેલા 1.74 લાખ દુધ ઉત્પાદકોના ખાતામાં 35 કરોડ રૂપિયા બોનસ ટ્રાન્સફર કરવામાં આજરોજ વડાપ્રધાનની ઉપસ્થિતમાં કરવામાં આવ્યા હતા. ત્યારપછી કિસાન દિવસ પર વારાણસી સહિત પૂર્વાંચલના અન્ય જિલ્લામાંથી આવેલા ખેડૂતોની સભાને સંબોધિત કરવામાં આવ્યા હતા.

વારાણસી આવતા પહેલાં PMએ બુધવારે રાતે ટ્વિટ કરી હતી. તેમાં કહ્યું હતું કે, મારા સંસદિય વિસ્તારની સાથે આખા ઉત્તરપ્રદેશ માટે કાલનો દિવસ વિકાસ કાર્યોને સમર્પિત રહેશે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓનો દાવો છે કે, વડાપ્રધાનની સભામાં એક લાખથી વધારે લોકો સંબોધન સાંભળવા આવશે. તેમાં સૌથી વધારે સંખ્યા ખેડૂતોની રહેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને બાહરની સુરક્ષા વ્યવસ્થામાં 11 IPS ઓફિસરોના નેતૃત્વમાં પોલીસ, PAC અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના 10 હજારથી વધારે જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન જ્યાં સભા સંબોધવાના છે ત્યાં મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સભા સ્થળમાં કોઈને પણ કાળા કપડાં પહેરેની જવા દેવામાં નહીં આવે. છેલ્લાં ત્રણ દાયકામાં પૂર્વાંચલના મતદાતાઓ ક્યારેય કોઈ એક પાર્ટી સાથે જોડાયેલા નથી રહ્યા. તેઓ એક ચૂંટણી પછી બીજી ચૂંટણીમાં એક પાર્ટીનો સાથ છોડીને અન્ય પાર્ટીને સાથ આપે છે. આજ કારણ છે કે ભાજપ 2022ની ચૂંટણીમાં તેમના મૂળીયા મજબૂત કરવાની મહેનત કરી રહી છે.

Related posts

ગુજરાત ચૂંટણીમાં આપનું OTP ફોર્મ્યુલા લોન્ચ! જાણો શું છે તેમની થીયરી

Mukhya Samachar

આજથી કેરળ વિધાનસભાનું બજેટ સત્ર, રાજ્યનું બજેટ 3 ફેબ્રુઆરીએ રજૂ થશે

Mukhya Samachar

જેપી નડ્ડા નહીં તો કોણ? ભાજપ પક્ષની કમાન કોને સોંપશે, આ નામો પ્રમુખ બનવાની હોડમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy