- વાસ્તુની દ્રષ્ટિએ મની પ્લાન્ટ શુભ મનાય છે
- લોકો ઓફિસ અને ઘરમાં રાખતા હોય છે મની પ્લાન્ટ
- મની પ્લાન્ટથી ધનની આવક થાય તેવું કહેવાય છે
આજના આધુનિક યુગમાં લોકો પૈસા કમાવવા માટે મહેનતો કરે છે. સાથેજ ધાર્મિક બાબતોને પણ ધ્યાનમાં રાખે લોકો પોતાના વ્યવસાયના સ્થળે કે ઘરમાં વિવિધ દેવી દેવતાના ફોટા, યંત્રો લગાવે છે. ત્યારે છેલ્લા થાડા સમયથી લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. અત્યારે સૌથી વધુ લોકો મનીપ્લાન્ટ લગાવતા હોય છે. ઘણી વખત મની પ્લાન્ટને સજાવટની વસ્તુ માને છે. અને તેને તેમના રૂમમાં મૂકે છે. સામાન્ય રીતે મની પ્લાન્ટ વેલા જેવો હોય છે. વાસ્તુની દૃષ્ટિએ પણ તેને શુભ માનવામાં આવે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ એક એવો છોડ છે જે ધન પ્રાપ્તિ કરાવનાર છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં મની પ્લાન્ટ હોય ત્યાં ઘરમાં ધનની કમી નથી હોતી. આ સિવાય જ્યાં મની પ્લાન્ટ હોય છે ત્યાં સુખ-સમૃદ્ધિ રહે છે.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ સંબંધિત પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ લગાવવા માટે યોગ્ય દિશા પણ છે. મની પ્લાન્ટને પૂર્વ અને દક્ષિણ ખૂણામાં રાખવું સારું છે. તેને આ દિશામાં લગાવવાથી ઘરના લોકોની આર્થિક સ્થિતિ સારી રહે છે. તેમજ ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. મની પ્લાન્ટને સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખવો જોઈએ. આવી સ્થિતિમાં તેને એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાં સૂર્યપ્રકાશ ન હોય. વાસ્તુ અનુસાર જો તેના પાંદડા પીળા થઈ જાય અથવા સુકાઈ જાય તો તે શુભ નથી. તેનાથી ધનહાનિ થાય છે. મની પ્લાન્ટની વેલો ઉપરની તરફ ચઢવો શુભ માનવામાં આવે છે.
આ સાથે, જો આપણે વેલાને વળ્યા વિના ઉપરની તરફ જાય તો તે સમૃદ્ધિ આપે છે. બીજી તરફ, જ્યારે તેનો વેલો નીચે તરફ જાય છે, ત્યારે તે આર્થિક અવરોધ ઉભો કરે છે. તેથી તેની કાળજી લો. મની પ્લાન્ટ હંમેશા મોટા કુંડામાં લગાવવો જોઈએ. જેથી તેનો વેલો આખા ઘરમાં ફેલાઈ શકે. આ સાથે મની પ્લાન્ટને