Mukhya Samachar
Politics

મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ ભાજપમાં જોડાઈ

arpana yadav join bjp

મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુએ કમળ પકડ્યું

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે આવકારી

અપર્ણા યાદવે કહ્યું: ‘હું હંમેશા PM મોદીથી પ્રભાવિત રહી છું”

arpana yadav join bjp
Mulayam Singh Yadav’s youngest daughter joins BJP

આખરે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કર્યા છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યાં હતાં. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે કહ્યું કે, ‘હું હંમેશા PM મોદીથી પ્રભાવિત રહી છું. મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. હું હવે રાષ્ટ્રની આરાધના કરવા બહાર આવી છું. જેમાં હું દરેકનો સહયોગ ઈચ્છું છું.’

arpana yadav joind bjp
Mulayam Singh Yadav’s youngest daughter joins BJP

તમને જણાવી દઇએ કે, અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીનાં આ ઉમેદવાર ભાજપના રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતાં. જો કે, અપર્ણાએ લગભગ 63 હજાર વોટ મેળવ્યા હતાં. બીજી તરફ રીટા બહુગુણા જોશીના સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. જેની પર 2019 માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો વિજય થયો હતો અને સુરેશ ચંદ તિવારી ચોથી વખત ધારાસભ્ય બન્યા હતાં. રીટા બહુગુણા આ સીટ પરથી પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી રહી છે. અહીંથી અન્ય કેટલાંક દાવેદારો હોવાની પણ ચર્ચા છે.

arpana yadav join bjp
Mulayam Singh Yadav’s youngest daughter joins BJP

જો સૂત્રોનું માનીએ તો, ભાજપ અપર્ણાની સીટ બદલવા ઇચ્છે છે, પરંતુ તેણી ચૂંટણી લડવા માટે સહમત છે. ઉત્તરાખંડની અપર્ણા યાદવ હંમેશા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને PM મોદીના વખાણ કરતી રહે છે. તેમણે રામ મંદિર માટે રૂપિયા 11 લાખ 11 હજારનું દાન પણ આપ્યું હતું. આ સાથે દત્તાત્રેયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ બનવા પર તેમની સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

Related posts

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજીનામું! શું બનશે ઉપરાષ્ટ્રપતિનો ચહેરો?

Mukhya Samachar

હત્યાના પ્રયાસ કેસમાં લક્ષદ્વીપના પૂર્વ સાંસદને મોટી રાહત, કેરળ હાઈકોર્ટે સજા પર રોક લગાવી

Mukhya Samachar

નવા વર્ષમાં ભાજપ સંગઠન અને મોદી કેબિનેટમાં થશે મહત્વના ફેરફારો, આ નેતાઓને મળી શકે છે જવાબદારી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy