Mukhya Samachar
Gujarat

રાજકોટના આંબેડકર નગરમાં ખેલાયો ખૂની ખેલ, 8 શખ્સોએ યુવકની કરી હત્યા

Murder game played in Rajkot's Ambedkar Nagar, 8 persons killed a youth

શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આંબેડકરનગર નજીક 80 ફૂટ રોડ પર યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે. 5 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યા હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Murder game played in Rajkot's Ambedkar Nagar, 8 persons killed a youth

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામનો યુવક રાત્રે શહેરના આંબેડકરનગર નજીક આવેલા 80 ફૂટ રોડ પર હતો. 8 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. સિદ્ધાર્થ સાથે બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યો હતો. સિદ્ધાર્થ કંઈપણ સમજે તે પહેલાં તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.સિદ્ધાર્થ પર જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

Murder game played in Rajkot's Ambedkar Nagar, 8 persons killed a youth

યુવક પર છરી વડે હુમલો થયાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમ તાત્કાલિક ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ ગઇ હતી. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.

હુમલાની ઘટના હત્યામાં પરિણમતા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અંગત અદાવતમાં સિદ્ધાર્થ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે એ શું બાબત હતી એ અંગેની ચોક્કસ વિગતો જાણવા માટે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Related posts

દરિયામાં લો-પ્રેસર સર્જાતા ભારે પવન સાથે વરસાદની સંભાવના! રાજ્યના 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

Mukhya Samachar

કુદરતી આફતથી બચવા ગુજરાતના 11 જિલ્લાઓના ગામમાં તૈયાર કરાશે સેલ્ટર હોમ, એક સેલ્ટર હોમમાં આટલા લોકો લઈ શકશે આશરો

Mukhya Samachar

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી! બે દિવસ કોલ્ડ વેવની આગાહી, નલિયામાં સૌથી નીચું 4.2 ડિગ્રી તાપમાન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy