Mukhya Samachar
Cars

New 2022 Mahindra Scorpioની મસ્ક્યુલર ડિઝાઈન:  નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ 

Muscular design of New 2022 Mahindra Scorpio: New Scorpio teaser launch
  • મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું
  • ફ્રન્ટમાં મહિન્દ્રા દ્વારા વર્ટિકલ ગ્રીલ ડિઝાઈન આપવામાં આવી છે,
  • આ કારની કિંમત 12થી 19 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Muscular design of New 2022 Mahindra Scorpio: New Scorpio teaser launch

છેલ્લા ઘણા સમયથી મહિન્દ્રા દ્વારા New 2022 Mahindra Scorpio (Z101)નું ટેસ્ટિંગ કરી રહ્યો છે. હાલમાં જ મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં SUVની હેડલાઈટ, સાઈડ પ્રોફાઈલ અને રિયલ લેફ્ટ કોર્નર સહિતની ડિઝાઈન દેખાડવામાં આવી હતી. જો કે, હવે New 2022 Mahindra Scorpioની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ છે. જેમાં સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરોમાં નવી સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન એકદમ મસ્ક્યુલર જોવા મળે છે. ફ્રન્ટમાં મહિન્દ્રા દ્વારા વર્ટિકલ ગ્રીલ ડિઝાઈન આપવામાં આવી છે, જેને કારણે તે ડબલ બેરલ હેડલેમ્પવાળો આકર્ષક લૂક જોવા મળે છે. આ ઉપરાંત કારમાં હનીકોમ્બ પેટર્ન ગ્રીલ પણ જોવા મળે છે,જે કારના ફર્સ્ટ બમ્પરના નીચેના પાર્ટમાં આવી છે, અને તેમાં ફોગ લેમ્પની સાથે C Shaped LED DRL આપવામાં આવી છે.જો કે, ઓનલાઈન વાયરલ થઈ રહેલી એક ઈમેજમાં મોટી ગડબડ દેખાઈ રહી છે. આ ફોટોસમાં મહિન્દ્રાનો જૂનો લોગો જોવા મળે છે.

Muscular design of New 2022 Mahindra Scorpio: New Scorpio teaser launch

હાલમાં જ મહિન્દ્રા દ્વારા પોતાની તમામ કારમાં બટરફ્લાય જેવા લોગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્વીન પીક્સ સાથેનો લોગો નવી લોન્ચ થયેલી XUV 700માં જોવા મળે છે. જો સાઈડ પ્રોફાઈલની વાત કરવામાં આવે તો, નવી સ્કોર્પિયોમાં ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે, જે 17 ઈંચના હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત સી પિલરની ઉપર ક્રોમ બેલ્ટલાઈન પણ જોવા મળી રહી છે.નવી સ્કોર્પિયોની બેકસાઈડની વાત કરવામાં આવે તો, 2022 Mahindra Scorpioમાં વર્ટિકલ માઉન્ટેડ ટેઈલ લેમ્પ્સ આપવામાં આવી છે, આ ઉપરાંત થોડી ઓપનિંગ ટેઈલગેટ પણ આપવામાં આવી છે. જો કે રિયર બમ્પર એકદમ ફ્લેટ લાગી રહ્યું છે, કે જે અગાઉના મોડેલ જેવું છે. આ ઉપરાંત રિઝર્વ લાઈટને બમ્પરના અંતમાં લગાવવામાં આવી છે. જેની આસપાસ ક્રોમ સ્ટ્રીપ જોવા મળી રહી છે.આ ઉપરાંત XUV 700ની જેમ સ્કોર્પિયોના ડીઝલ એન્જિનમાં પણ બે ઓપ્શન આપવામાં આવશે. જેમાં 6 સ્પીડ મેન્યુઅલ સ્ટાન્ડર્ડ રીતે આપવામાં આવશે, જ્યારે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ઓપ્શન તરીકે આપવામાં આવશે. અને આ એન્જિન ઓપ્શન પેટ્રોલ અને ડીઝલ બંનેમાં જોવા મળશે. આ કારની કિંમત 12થી 19 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Related posts

આ ઇલેક્ટ્રિક સ્કુટર 42,000થી ઓછી કિમતમાં મળે છે: સિંગલ ચાર્જમાં આપશે 100 કિમીની રેન્જ

Mukhya Samachar

કારનો વીમો લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, આ રીતે પસંદ કરો સારી કાર વીમા પોલિસી

Mukhya Samachar

MG કોમેટનું ગેમર એડિશન લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy