Mukhya Samachar
Travel

રહસ્યમય મંદિર! 8 મહિના પાણીમાં જ ડૂબેલું રહે છે આ ઐતિહાસિક અનોખું મંદિર

Mysterious temple! This historically unique temple remains submerged in water for 8 months
  • મહાભારત કાળથી જોડાયેલા આ મંદિરમાં ઘણા રહસ્યો છૂપાયેલા છે.
  • માન્યતા છે કે,આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું.
  • વર્ષના 8 મહિના નથી  દેખાતુ આ મંદિર 

Mysterious temple! This historically unique temple remains submerged in water for 8 months

પઠાન કોટથી લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.  કાંગડા જીલ્લાના જવાલી નજીક આવેલ બાથૂ કી લડી મંદિર વર્ષમાં 8 મહિના પૌંગ ડેમના તળાવમાં મળી જાય છે. ફક્ત 4 મહિના જ તે તળાવની બાર આવે છે.

Mysterious temple! This historically unique temple remains submerged in water for 8 months

 માન્યતા છે કે આ મંદિરોને પાંડવોએ મહાભારત કાળનાં એકાંતવાસ દરમિયાન બનાવ્યું હતું. અને અહિંયા 11 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.આ દરમિયાન પાંડવોએ સ્વર્ગ જવા માટે એક સીડીનો નિર્માણ પણ કરાવ્યું હતું.જે કોઈ કારણવશ સ્વર્ગના રસ્તાથી માત્ર થોડા અંતર સુધી બની હતી.આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે.અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે.ચારો તરફ તળાવનું પાણી અને વચ્ચે ટાપૂનુમા જગ્યા પર બનેલા બાથૂ કી લડી મંદિરોના દર્શન કરવા લોક દૂર દૂર આવે છે.આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.

Related posts

100 વર્ષ જૂના રેસ્ટોરન્ટની તમે મુલાકાત કરી છે કે નહીં

Mukhya Samachar

અહીં જતા પહેલા સાવધાન થઈ જજો! આ છે વિશ્વના સૌથી ડરામણા સ્થળો: ભૂત-પિચાસના વસવાટ હોવાની માન્યતા

Mukhya Samachar

શું તમે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો પણ બજેટની સમસ્યા છે ? તો જાણો ઓછા બજેટવાળી હિમાચલની આ હોસ્ટેલ વિશે.

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy