Mukhya Samachar
GujaratNational

નાપાક હરકત; છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટનું અપહરણ

Hijacking indian fishing boats
  • છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટનું અપહરણ
  • 13 ફિશિંગ બોટ અને 78 માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્યું
  •  બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા

પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. અરબ સાગરમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત જ છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય જળસીમામાંથી 10 બોટ અને 60 માછીમારોના અપહરણ કર્યા છે. અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે.  પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે.

એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.  પોરબંદરમાં IMBL પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.  છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.

Related posts

Junior Clerk Paper Leak: પ્રશ્નપત્ર ખરીદનારા 30 પરીક્ષાર્થીઓ પર લગાવી તરાપ, ગુજરાત એટીએસ દ્વારા કરાઈ ધરપકડ

Mukhya Samachar

નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું નહીં બગડે વર્ષ: જાણો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શું લીધો નિર્ણય

Mukhya Samachar

શું હતી ખામીઓ, કેમ તૂટ્યો મોરબીનો પુલ, તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું 135 લોકોના મોતનું કારણ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy