Mukhya Samachar
Sports

ભારત માટે ખરાબ સમાચાર! ગોલ્ડ મેડલીસ્ટ નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

neeraj-chopra-out-of-commonwealth-games-2022
  • કોમનવેલ્થ ગેમ્સ 2022 અગાઉ ભારતને મોટો ઝટકો
  • ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયાં
  • ઈજાગ્રસ્ત હોવાના કારણે લીધો આ નિર્ણય

કોમનવેલ્થ ગેમ્સ 2022ની ઠીક શરૂઆત પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ વર્લ્ડ એથલેટિક્સમાં સિલ્વર જીતનારા નીરજ ઈજાગ્રસ્ત થતાં કોમનવેલ્થ ગેમ્સ મિસ કરી રહ્યા છે.

neeraj-chopra-out-of-commonwealth-games-2022

ભારત મોટા ભાગે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતું આવ્યું છે અને ટોપ 3માં પોતાની જગ્યા કન્ફર્મ કરે છે. આ વખતે પણ સૌ કોઈને આશા હતી કે, નીરજ ચોપડાના કારણે જૈવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પાક્કો છે. પણ નીરજ ચોપડાએ ખુદ કન્ફર્મ કર્યું છે કે, તે ઈજાગ્રસ્ત હોવાના કારણે આ રમતમાં ભાગ લઈ શકશે નહીં.

આપને જણાવી દઈએ કે, આ વખતે કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહી છે. જેની શરુઆત 25 જૂલાઈથી છે. ભારત તરફથી આ વખતે 200થી વધારે સભ્યોનું પ્રતિનિધિમંડળ કોમનવેલ્થ ગેમ્સમાં મોકલવામાં આવ્યું છે જેમાં સવા સોથી વધારે ખેલાડીઓ સામેલ છે.

Related posts

મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી ચેન્નઈની કેપ્ટનશિપ હાથ ધરી: જાણો કેપ્ટન કૂલની રણનીતિ

Mukhya Samachar

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત

Mukhya Samachar

ભારતનો સુપર સન્ડે ! નીતૂ-અમિતના મુક્કાએ અપાવ્યો વધુ એક ‘ગોલ્ડ’ મેડલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy