Mukhya Samachar
Entertainment

સિંગર નેહા કક્કરે પતિ માટે અહી કરાવ્યુ ટેટૂ

neha-kakkar-surprised-her-husband-rohanpreet-singh
  • મારા પહેલા પ્રેમ માટે, મારું પહેલુ ટેટૂ
  • નેહાએ તેના હાથ પર પોતાના જીવનસાથીનું નામ ચિતરાવીને રોહનને સરપ્રાઈઝ કરી દીધો
  • રોહનપ્રીત ખૂબ ઈમોશનલ થઇ ગયો હતો

નેહા સોશિયલ મીડિયામાં પોતાની અને રોહનની તસ્વીરો વારંવાર શેર કરતી રહે છે, જે ઝડપથી વાયરલ થાય છે. નેહા આમ તો ઘણી વખત રોહન માટે પોતાના પ્રેમનો એકરાર કરી ચૂકી છે. પરંતુ પહેલી વખત નેહાએ તેના હાથ પર પોતાના જીવનસાથીનું નામ ચિતરાવીને રોહનને સરપ્રાઈઝ કરી દીધો.

neha-kakkar-surprised-her-husband-rohanpreet-singh

નેહા કક્કરે વીડિયો શેર કરીને લખ્યું, મારા પહેલા પ્રેમ માટે, મારું પહેલુ ટેટૂ. પોતાની પત્નીની સરપ્રાઈઝ આપીને જોઇને રોહનપ્રીત ખૂબ ઈમોશનલ થઇ ગયો હતો. એટલું જ નહીં, રોહને નેહાની પોસ્ટ પર પ્રેમથી કોમેન્ટ કરીને લખ્યું, તું સૌથી બેસ્ટ વાઈફ છે. આઈ લવ યુ મોસ્ટ. નેહાની બહેન સિંગર સોનુ કક્કરે પણ બંને માટે પ્રેમ દર્શાવ્યો તો ભાઈ ટોની કક્કરે લખ્યું, સૌથી સારી દીકરી અને સારી પત્ની.

neha-kakkar-surprised-her-husband-rohanpreet-singh

ઈન્ડસ્ટ્રીની જાણીતી સિંગરમાંથી એક નેહા કક્કરે હાલમાં તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પહેલી વખત ટેટૂ ચિતરાવી રહી છે. ટેટૂ ચિતરાવતી વખતે નેહા બૂમો પાડી રહી છે. તે બૂમો પાડીને આઈ લવ યૂ રોહૂ… આઈ લવ યૂ રોહૂ કહી રહી છે. ટેટૂ ચિતરાવ્યાં બાદ જોઇ શકાય છે કે નેહાને રિસીવ કરવા માટે રોહનપ્રીત ત્યાં પહોંચે છે. નેહા જ્યારે પોતાના હાથ પર ચિતરાવેલુ ટેટૂ રોહનપ્રીતને બતાવે છે તો તે ચોંકી જાય છે. વીડિયોના અંતમાં નેહા રોહનપ્રીતને કહી રહી છે કે ‘હવે તુક્યારેય દૂર તો નહીં જાય ને.’

Related posts

“Shamshera”માં સંજય દતના કિલર લુકથી ફેન્સ રહી ગયા દંગ! ટૂંક સમયમાં રિલીઝ થશે આ ફિલ્મ

Mukhya Samachar

દિગ્ગજ ગાયક ભૂપિંદર સિંહએ દુનિયાને કહ્યું અલવિદા…

Mukhya Samachar

100 દિવસની સારવાર બાદ પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી ઘરે આવી; પ્રિયંકા અને નિક થયાં ભાવુક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy