Mukhya Samachar
Astro

શાલિગ્રામની પૂજા કરતી વખતે આટલું ધ્યાન રાખશો તો થશે ધન-વૈભવની પ્રાપ્તિ

never-do-this-mistake-while-worshiping-shaligram
  • દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જયારે પૂજા નિયમ અનુસાર થાય
  • શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી
  • શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ સ્વયંભૂ છે

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. કોઈ પણ દેવની પૂજાનુ પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેમની નિયમ અનુસાર પૂજા થાય છે. એવામાં જો તમે ઘરમાં શાલીગ્રામ ભગવાનની પૂજા કરી રહ્યાં છો તો કેટલાંક નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી છે. તેમને વાસણમાં માં તુલસીની સાથે રાખવામાં આવે છે.

never-do-this-mistake-while-worshiping-shaligram

શાલીગ્રામની પૂજા કરતી વખતે રાખો આટલું ધ્યાન
  • શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ સ્વયંભૂ છે. જેની આરાધના કરવા માટે પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી. પરંતુ જો તમે તમારા ઘરમાં શાલીગ્રામ સ્થાપિત કર્યા છે તો સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખો. આવુ ના કરવાથી તમને પૂજાનુ ફળ પણ મળશે નહીં અને ઘરમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે.
  • કહેવાય છે કે ઘરમાં તુલસીના છોડમાં શાલીગ્રામની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. નિયમિત રીતે શાલીગ્રામની પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે નિયમિત તુલસીના પાનને શાલીગ્રામ પર અર્પણ કરવા શુભ હોય છે.
  • માન્યતા છે કે શાલીગ્રામની પૂજાના સમયે ભૂલથી પણ અક્ષતનો પ્રયોગ ના કરશો. જો ચોખા ચઢાવી રહ્યાં છો તો તેને હળદરના રંગમાં જ અર્પણ કરો
  • ધાર્મિક ગ્રંથો મુજબ શાલીગ્રામજી અપાર ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તેમની પૂજા દરમ્યાન થોડી પણ અશુદ્ધી થાય તો ઘરમાં નકારાત્મક પ્રભાવ પડ઼ે છે. પરિવારના સભ્યોના આરોગ્ય પર પણ પ્રભાવ પડે છે. ગૃહ કલેશ વધવા લાગે છે અને માણસ પર દેવુ વધવા લાગે છે.

Related posts

પાણીમાં હળદર ભેળવીને નહાવાથી નહીં થાય પૈસાની કમી, જલ્દી બનશે લગ્ન નો યોગ

Mukhya Samachar

શ્રાવણ માસ દરમિયાન આ છોડ લગાવો ઘરમાં! ભગવાન શિવ કરશે કૃપા

Mukhya Samachar

જાણો શું છે સંકષ્ટી ચોથનું ગણેશ પુરાણ પ્રમાણે મળતું ફળ 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy