Mukhya Samachar
Politics

નવા-જૂનીના એંધાણ: નરેશ-હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની બેઠક મળશે

New-old blindness: Naresh-Hardik Patel and Alpesh Kathiria will get a seat
  • સાંજના 4થી 6 વાગ્યા સુધી આજ બેઠક યોજાશે
  • હાર્દિક પટેલ જશે રાહુલ ગાંધીને દિલ્હી મળવા 
  • દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ

New-old blindness: Naresh-Hardik Patel and Alpesh Kathiria will get a seat

છેલ્લાં કેટલાંય સમયથી પાટીદાર અગ્રણીઓને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજ રોજ રાજકોટના કાગવડ ખાતે પાટીદાર નેતાઓની મહત્વની બેઠક મળશે.આ બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચાને લઈને વાતચીત કરાશે. તદુપરાંત નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગેની પણ આ બેઠકમાં ચર્ચા થશે.નરેશ પટેલ સાથે આજ સાંજના 4થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજાશે. આ બેઠક બાદ નરેશ પટેલ અને હાર્દિક પટેલ આગામી દિવસોમાં મોટો રાજકીય નિર્ણય લઇ શકે તેવી શક્યતા. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તો નરેશ પટેલનો કોંગ્રેસ તરફ ઝુકાવ છે. આ બેઠકમાં આંદોલનના જૂનના સાથીઓ પણ ઉપસ્થિત રહેશે. હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. હાર્દિકનો મત કંઇક એવો છે કે, કોંગ્રેસમાં OBC અને દલિત સમાજનું પ્રભુત્વ રહેલું છે.દાહોદના કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મંગળવારે વ્યક્તિગત મુલાકાત નહોતી થઈ.

New-old blindness: Naresh-Hardik Patel and Alpesh Kathiria will get a seat

થોડીવાર માટે મળ્યા અને તેમણે જાહેર રેલીને સંબોધવાની હતી અને તે પછી રાહુલ ગાંધી આદિવાસીઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરવાના હતા. મારી તેમની સાથે હળવી મુલાકાત થઈ હતી અને મેં ત્યાંથી પરત ફરવા માટે મંજૂરી લીધી હતી. મારે એક અઠવાડિયામાં તેમને દિલ્હીમાં મળવા જવાનું છે.વર્ષ 2019માં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને હોંશેહોંશે પાર્ટીમાં આવકાર્યા હતા. પરંતુ ગત દિવસોમાં દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, બન્ને એકલામાં મળ્યા નહોતા. હાર્દિક જેલમાં ગયા હોવા છતાં દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ થયા છે. માનવામાં આવે છે કે પાછલા કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.તેમને માત્ર કહેવાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે, પરંતુ તેમને કરવાનું શું છે, તે પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ નથી કર્યું. હાર્દિક પટેલનો આક્ષેપ છે કે, ગુજરાતમાં કેટલાંક કોંગ્રેસના જ નેતા તેમના કામ નથી કરવા દઇ રહ્યાં.

Related posts

યુપી ઈલેકશન: ઓવૈસી ગઠબંધન કરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા

Mukhya Samachar

નરેશ પટેલની અટકળોનો આવશે અંત? બુધવારે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત

Mukhya Samachar

આગામી ચૂંટણીને લઈ અમિત શાહ યુપીને ધમરોળશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy