Mukhya Samachar
GujaratTravel

નવા વર્ષે અમદાવાદીઓને ભેટ: હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ

helicopter ride start ahmdabad
  • અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઈડ્સ શરૂ કરાશે
  • રુપિયા 2 હજાર 360 માં હેલિકોપ્ટર રાઈડ કરી શકાશે
  • 7 મિનિટ સુધી અમદાવાદ દર્શન થશે

નવા વર્ષાની ગુજરાતીઓ અને અમદાવાદીઓને સરકારે ભેટ આપી છે. રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ કરાશે. એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરવામાં આવશે. સાંજે 4 વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ રાઈડ્સ શરૂ થશે. આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે. તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે.

start helicopter ride in ahmdabad

New Year gift to Ahmedabadis: Helicopter Joy Rides started

આપને જણાવી દઈએ કે, દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે. અને રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂપિયા 2 હજાર 360 રહેશે. જો કે આ રાઇડસ દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે. એક સાથે હેલિકોપ્ટરમાં પાંચ લોકો બેસી શકશે અને પછી હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવશે. હાલના ધોરણે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે આ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.

આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે. તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ  હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન  અજય ચૌહાણ, નિયામક,નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related posts

બાંકે બિહારી મંદિર સિવાય, આ વૃંદાવનના સુંદર મંદિરો છે, તમે પણ કરી લો દર્શન

Mukhya Samachar

18 જૂને વડોદરામાં વડાપ્રધાનનો 5 લાખની મેદની વચ્ચે 5 કિલોમીટરનો રોડ શૉ થશે

Mukhya Samachar

તાપી બની ગાંડી! ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં સુરતમાં પાણી ઘુસ્યાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy